SAYLA
એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ સાથે બે શખ્સ ને દબોચી લીધા.
SOG પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા.સાયલાના હડાળા ગામેથી ગેરકાયદેસર હથિયાર સાથે બે ને ઝડપી પાડ્યા.ઝાલાવાડ પંથકમાં ગેરકાયદેસર હથિયાર ઝડપવાના બનાવો હજુ યથાવત્ જોવા મળ્યા. ઝાલાવાડ પંથકમાં નવા SP આવતા હવે સમગ્ર તાલુકાની પોલીસ એક્શન મોડમાં જોવા મળી.સુરેન્દ્રનગર SOG પોલીસને મળી સફળતા મળી છે પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ સાથે પકડી પાડ્યા છે.એક આરોપી હડાળા તથા બીજો આરોપી સાપર ગામે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.સાયલા પોલીસ સ્ટેશન ખાતે બંને આરોપીને વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા