AHAVADANG

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની આંબાપાણી પ્રથમિક શાળાના શિક્ષકોનું સન્માન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

૭૯ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આંબાપાણી પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી .  આંબાપાણી પ્રાથમિક શાળાની ગૌરવની લાગણીઓ માં ઉમેરો થયો શાળાના શિક્ષક શ્રીમતિ ઈલાક્ષીબેન જીવણલાલ ચૌધરીએ બાળકોના વિકાસ માટે નવા અખતરા, વિવિધ પ્રવૃતિઓ દ્વારા બાળકોની લાક્ષણિકતા ઓ બહાર લાવવાના પ્રયત્નોનું નિરીક્ષણકાર્ય કરી સી. આર. સી કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષકોને ગામના સરપંચશ્રી કલ્પેશભાઈ ના હસ્તે પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા . જે શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ બતાવે છે.
આ હરિયાળી, શાંતિ, સમૃદ્ધિ, દેશવીરોના બલિદાનના  કાર્યક્રમને યાદગાર બનાવવા દેશ માટેની લાગગણીઓ વ્યક્ત કરવા વાલીઓ,ગામના સરપંચશ્રી ક્લપેશભાઈ, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી કલ્પનાબેન, એસ. એમ. સી. ના સભ્યો, ગ્રામપંચાયતના સભ્યો, શાળામાંથી નીકળી ગયેલ ભૂતપૂર્વ વિધાર્થીઓ તેમજ નામી અનામી વ્યક્તિઓ હાજર રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!