PATANSIDHPUR

સિદ્ધપુરમાં ઇન્ડિયન મેડિકલ એશોશિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કોલકતા દુષ્કર્મ-હત્યા કેસના પડઘા સિદ્ધપુરમાં પડ્યા, કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અપાઇ,

 

 

સિદ્ધપુરમાં ઇન્ડિયન મેડિકલ એશોશિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કલકતા  દુષ્કર્મ-હત્યા કેસના પડઘા સિદ્ધપુરમાં પડ્યા, કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અપાઇ,

કલકત્તામાં જુનિયર મહિલા ડોક્ટર પર બળાત્કાર અને ત્યારબાદ તેને હત્યાની ઘટના બની છે. જેને લઈને પશ્ચિમ બંગાળમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. એટલું જ નહીં દેશભરમાંથી પણ આ ઘટનાના વિરોધમાં તબીબો આગળ આવી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ઇન્ડિયન મેડિકલ એશોશિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. સિદ્ધપુરના ડોક્ટરોએ મૃતક મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડ્યું હતું. સિદ્ધપુરના ડોક્ટરો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ઘટનાને વખોડી આરોપીને સખત સજા મળે તેવી માગ કરવામાં આવી તેમજ સિદ્ધપુર મામલતદાર કચેરી પાસેથી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચ દેથલી ચાર રસ્તા સર્કલ ખાતે પહોંચી સમાપન કરવામાં આવી. આ દરમિયાન સમગ્ર વાતાવરણ લાગણીશીલ બની ગયું હતું. કેન્ડલ માર્ચના આ કાર્યક્રમમાં સિદ્ધપુર ઇન્ડિયન મેડિકલ એશોશિયનના પ્રમુખ ર્ડા.અનીશ મન્સૂરી, સેક્રેટરી ર્ડા. જયેશ સુથાર, જોઈન્ટ સેક્રેટરી ર્ડા. હર્ષ મારફતિયા સહિતના સિદ્ધપુર ઇન્ડિયન મેડિકલ એશોશિયનના તમામ ડોક્ટરો તેમજ આયુર્વેદિક અને એલોપેથીક ના ડોકટરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

બળવંત રાણા, સિદ્ધપુર

વાત્સલ્યમ દૈનિક સમાચાર

Back to top button
error: Content is protected !!