PATANSIDHPUR

સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે બસ સ્ટેશનની સફાઈ કરી ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’નો કરાવ્યો પ્રારંભ

 

સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે બસ સ્ટેશનની સફાઈ કરી ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’નો કરાવ્યો પ્રારંભ

રાજ્યભરમાં 17 સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં 17 સપ્ટેમ્બર થી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર બસ સ્ટેશન ખાતે હાથમાં ઝાડુ લઈને બસ સ્ટેશનની સફાઈ કરીને જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે બસ સ્ટેશનની સ્વચ્છતા કરી વહીવટીતંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. સાથે સ્વચ્છતાકર્મીઓની સેવાઓને બિરદાવી હતી. અને સ્વચ્છ અભિયાન પ્રસંગે સૌને સ્વચ્છ ભારતના મિશનમાં જોડાવવા સિદ્ધપુર નગરજનોને અપીલ કરી હતી. ત્યારબાદ કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અઘ્યક્ષતામાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સૌએ સ્વચ્છતાના શપથ લીધા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયન, મદદનીશ કલેકટરશ્રી કુ. હરિણી કે.આર, પ્રાંત અધિકારીશ્રી જય બારોટ, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખશ્રી અનિતાબેન પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણા, સિદ્ધપુર એપીએમસી ચેરમેનશ્રી વિષ્ણુભાઇ પટેલ, સંગઠનના આગેવાનો શ્રી શંભુભાઇ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર ઉપરાંત પદાધિકારીઓ, આગેવાનો અને સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

Back to top button
error: Content is protected !!