GUJARATKUTCHMANDAVI

ભુજના શિક્ષિકા કૃપા નાકરને વધુ ૧ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ.

સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક વિભાગનો એવોર્ડ ઘોષિત.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ તા. ૦૧ ફેબ્રુઆરી  : ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો યુવા પ્રગતિ મંડળ યુ.એસ.એ.પ્રેરિત પ્રાથમિક વિભાગનો “સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ” વર્ષ ૨૦૨૩-૨૪ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના નવનીત નગર પંચાયતી પ્રાથમિક શાળાના શિક્ષિકા કૃપાબેન રસિકલાલ નાકર ને 22 ફેબ્રુઆરી ના સવારે 10 વાગ્યે ઇન્સ્ટિટયૂટ ઓફ ક્વાલિટી એજ્યુકેશન, મહર્ષિ ટાવર યુનિવર્સિટી, રાજકોટ ખાતે અર્પણ કરવામાં આવશે. આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રતિવર્ષ રાજ્યમાં પસંદ થયેલા પ્રાથમિક અને માધ્યમિક વિભાગ ના શિક્ષકોને આપવામાં આવે છે જેમાં શિક્ષણ, સમાજ સેવા, ઇનોવેશન ,સાહિત્ય, જેવા વિવિધ ક્ષેત્રે ઉમદા કાર્ય કરનારા શિક્ષકોને આ સન્માન આપવામાં આવે છે. જેમાં ૨૧,૦૦૦ રૂપિયાનો પુરસ્કાર અપાશે, આ સાથે ટ્રોફી અને પુસ્તકો પણ આપીને સન્માનિત કરવામાં આવશે. આ સંસ્થાના સમગ્ર ગુજરાતમાં ૨૦ જેટલા મેગેઝીન અને સમાચાર પત્રો બહાર પડે છે જેમા એવોર્ડ મેળવનાર શિક્ષકોની કાર્યપ્રણાલી અને તેમનું જીવન વૃત્તાંત છાપવામાં આવે છે. કચ્છ જિલ્લાના એક દાયકાના ઇતિહાસમાં આ બીજી વ્યક્તિ ને એવોર્ડ એનાયત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કૃપાબેન નાકરને તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. માતૃભાષા અભિયાન અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા વિશ્વ માતૃભાષા દિને ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ માતૃભાષા શિક્ષકનો એવોર્ડ અમદાવાદ ખાતે મળેલ છે તથા અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ૧૭મી માર્ચ 2024 ના તેમને વિશિષ્ટ શિક્ષક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે રાજ્યકક્ષાનો બ્રહ્મ ગૌરવ એવોર્ડ ,જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ,ગુરુ ગૌરવ એવોર્ડ , આઇ.આઇ.એમ. અમદાવાદ દ્વારા બેસ્ટ ઇનોવેટર ટીચર સન્માન સાથે તાલુકા અને જિલ્લા કક્ષાના એવોર્ડ મેળવેલ છે. તેઓ આકાશવાણીના માન્ય વક્તા અને કચ્છ મિત્ર પરિવાર નાં લેખિકા તરીકે પણ કાર્યરત છે .તેમના પાંચ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમના બાળવાર્તાના પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક નું સન્માન પણ મળેલ છે. તેઓની આ સિધ્ધિ બદલ કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી કેરણા આહિર, રાજ્ય શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, ઉપપ્રમુખ વિલાસબા જાડેજા, ભુજ તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, મંત્રી મેહુલ જોષી વગેરે દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!