GUJARATNARMADATILAKWADA

ઇદે મિલાદ ઉન નબીની ઊજવણી ના ભાગરૂપ તિલકવાડા નગરમાં ભવ્ય જલસા નું આયોજન કરાયું

ઇદે મિલાદ ઉન નબીની ઊજવણી ના ભાગરૂપ તિલકવાડા નગરમાં ભવ્ય જલસા નું આયોજન કરાયું

રિપોર્ટર વસિમ મેમણ : તિલકવાડા

ઈદે મિલાદ ઉન નબી એ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર છે આ તહેવારની સમગ્ર દેશમાં હર્ષો ઉલ્લાશ સાથે ઉજવણી કરવામાં આવે છે મુસ્લિમ ધર્મમાં અલ્લાહના દૂત માનવામાં આવતા હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ ને ઈદે મિલાદ ઉન નબી તરીકે ઉજવણી કરવામાં આવે છે આ તહેવારની તિલકવાડા નગરમાં પણ ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે આ તહેવારની ઉજવણીના ભાગરૂપે તિલકવાડા નગરમાં શાનદાર જલસા નું આયોજન કરવામાં આવ્યું આ જલસની શરૂઆત માં મંચ પર ઉપસ્થિત મહનોને ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અહીંયા દરેક તહેવારની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે સાથેજ મુસ્લિમ બિરાદરોના ઈદે મિલાદ ઉન નબીની પણ સમગ્ર દેશમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસ ને મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ ઉન નબી તરીકે ઉજવવામાં આવે છે ઇસ્લામિક માન્યતા અનુસાર હઝરત પેગંબર સાહેબનો જન્મ ઈસવીશન 570 માં થયો હતો આ તહેવારની તિલકવાડા નગરમાં પણ ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણીના ભાગરૂપે તિલકવાડા નગરમાં શાનદાર જલસા નું આયોજન કરવામાં આવ્યું

આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત ના વિવિધ વિસ્તારોમાંથિ ઈસ્લામિક ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆતમાં સ્ટેજ પર ઉપસ્થિત નાતેખા તરફથી વિવિધ નાત શરીફ રજૂ કરવામાં આવતા જલસામાં ઉપસ્થિત સૌ કોઈ જુમી ઉઠ્યા હતા ત્યાર બાદ મંચ પર ઉપસ્થિત ધર્મગુરુ તરફથી ઇદે મિલાદ ઉન નબી ના તહેવારની ઉજવણી વિશે માહિતી આપવામાં આવી સાથે જ પયગંબર સાહેબના જીવન વિશે લોકોને સમજણ આપવામાં આવી ઉપરાંત ઇસ્લામ ધર્મ એ શાંતિ ભાઈચારો અને અમન નો ધર્મ છે. કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવસો નહીં અને હંમેશા ગરીબોની મદદ કરવી અને પયગંબર સાહેબે બતાવેલા રસ્તા ઉપર હંમેશા ચાલવા માટે તેઓએ આહવાન કર્યું હતું આ કાર્યક્રમનું આયોજન થતા સમગ્ર વિસ્તાર સરકાર કઈ આમદ મરહબા ના આવજ થિ ગુંજી ઉઠ્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!