HALOLPANCHMAHAL

હાલોલ ની કલરવ શાળામાં ગૌરી વ્રત નિમિત્તે ઘરેણાં સ્પર્ધા યોજાઇ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૪.૭.૨૦૨૩

હાલોલ નગરમાં આવેલ પ્રતિષ્ઠિત કલરવશાળામાં ગૌરીવ્રત નિમિત્તે ઘરેણાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું .આ સ્પર્ધામા ધોરણ 5 થી 12 ના ગુ. મા.અને અં. મા.ના વિદ્યાર્થીઓ માટે યોજાઈ હતી.આ સ્પર્ધાઓ યોજવાનું મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવી તેમજ તેમને ખીલવવી જેનાથી વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસની સાથે સ્પર્ધામાં ભાગ લઈ શકે. આ ઘરેણા સ્પર્ધામાં બંને માધ્યમના 200 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને આકર્ષક અને કલાત્મક ઘરેણા બનાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા. આમ આ સ્પર્ધામાં સૌથી સારા ઘરેણા બનાવનાર વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપીને પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ શાળાના આચાર્ય ડૉ. કલ્પનાબેન જોશીપુરા આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા .તેમજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાઓમાં ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!