ચોટીલા તાલુકાના વડાળી ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ સાધતા જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી
પ્રાકૃતિક કૃષિ અંગે મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લામાં આવેલા મોડેલ ફાર્મની મુલાકાત લેવાં અનુરોધ કરતા જિલ્લા કલેકટર કે સી સંપટ

તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પ્રાકૃતિક કૃષિ અંગે મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લામાં આવેલા મોડેલ ફાર્મની મુલાકાત લેવાં અનુરોધ કરતા જિલ્લા કલેકટર કે સી સંપટ
ગુજરાત સમગ્ર દેશ માટે ‘મૉડેલ’ રાજ્ય છે પ્રાકૃતિક ખેતી અંગે પણ આખું ભારત ગુજરાત પાસેથી પ્રેરણા લે તે હેતુથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે ‘મિશન મૉડ’ પર કામ શરૂ કરવામાં આવ્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ ગ્રામીણ કક્ષાએ “પ્રાકૃતિક કૃષિ” અભિયાન અન્વયે સચોટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના વડાળી ગામે જિલ્લા કલેકટર કે.સી. સંપટ તથા જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના દ્વારા ખેડૂત હિતેશભાઈ મેનિયાના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી આ તકે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ સાધતા કલેકટર કે.સી. સંપટે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં ઉત્પાદન ઘટવું, રોગ-જીવાત આવવા સહીતના પ્રશ્નો ખેડૂતોને મુંઝવતા હોય છે આવા તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે, જિલ્લામાં આવેલા આત્મા પ્રોજેક્ટ દ્વારા તૈયાર થયેલા મોડેલ ફાર્મ પર મુલાકાત લેવી ખેડૂતોએ ખૂબ જરૂરી છે જિલ્લામાં જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ત્યારે કલેકટરએ આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ અભિયાનમાં જોડવા માટે આત્મા પ્રોજેક્ટ અને ખેડૂતોને અનુરોધ કરી પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનમાંથી ઉપસ્થિત નીતિનભાઈએ કૃષકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, અત્યારે ખેડૂતો રાસાયણિક ખાતરો પાછળ ખર્ચ વધારે કરે છે, તેમ છતાં ઉત્પાદનમાં વધારાના બદલે આજે ઘટાડો થઈ રહ્યો છે જો પ્રાકૃતિક કૃષિ કરવામાં આવશે તો પાક ઉત્પાદકતા વધશે, પરિણામે આવક વધશે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલે ખેડૂતોને મુંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ખેડૂતો મગફળીના પાકનું વધુ વાવેતર કરી રહ્યા છે ત્યારે મગફળીમાં પીળાશ આવવી એક સામાન્ય બાબત છે તેના નિરાકરણ રૂપે આ મોડેલ ફાર્મ પર ઉગાડવામાં આવેલ છે તે રીતે એટલે કે, મગફળી સાથે ચોળી પાક કે બીજો કોઈ આંતર પાક લેવામાં આવશે તો, મગફળીમાં પીળાશ નહિ આવે આમ, ખેતીમાં મિશ્ર પાકો જો લેવામાં આવે અને દેશી ગાયના ગોબર, ગૌમુત્રના આયામોનો ઉપયોગ કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતી ખૂબ જ નફાકારક બની શકે છે આ પ્રાકૃતિક કૃષિ સંવાદમાં ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્મા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ખેતીવાડી વિભાગના સંબધિત અધિકારીઓ, કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં ખેડૂત મિત્રોએ ઉપસ્થિત રહી 30 થી પણ વધુ પાક એક સાથે હોય તેવું આ મોડેલ ફાર્મ નિહાળ્યું હતું.




