સુરેન્દ્રનગર મનપા અને ઈનરવ્હીલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સૂકા અને ભીના કચરાના વિભાજન જાગૃતિ કાર્યક્રમનું આયોજન

તા.25/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા અને ઈનરવ્હીલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે સૂકા અને ભીના કચરાના વિભાજન (સેગ્રિગેશન) અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ભાગરૂપે જોરાવરનગર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નંબર ૭ના વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે જાણકારી આપવામાં આવી જેમાં ખાલી પાણીની બોટલોમાં પ્લાસ્ટિક ભેગું કરીને તેનો નિકાલ કરવાની પ્રક્રિયા પણ શીખવવામાં આવી હતી આ ઉપરાંત, વોર્ડ નંબર ૩માં આવેલી અલ્કા સોસાયટી ખાતે સૂકા અને ભીના કચરાના વિભાજન અંગે જાગૃતિ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં સોસાયટીના રહેવાસીઓને કચરાના યોગ્ય વર્ગીકરણના મહત્વ અને તેના લાભો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.




