થરાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટ કેવડિયા કોલોની સુધી નવીન બસ ચાલુ કરાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વિધાનસભા અધ્યક્ષ અને થરાદના લોકલાડીલા ધારાસભ્ય, માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મળેલ માંગણીને અનુલક્ષીને સૂચના મુજબ વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા તેમજ થરાદ ડેપો મેનેજર શ્રી ભરતભાઈ ચૌધરી તેમજ તેમની ટીમ દ્વારા જાહેર જનતાને સુવિધા પૂરી પાડવાના હેતુસર અને પ્રવાસનને વધારવા માટે, થરાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નવી સીધી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી. આ નવી બસ સેવા દ્વારા પ્રવાસીઓને સરળ અને આરામદાયક મુસાફરીની સુવિધા મળશે. બસ દરરોજ થરાદ થી એકતા નગર જવા માટે સાંજે 6 વાગે ઉપડસે અને ત્યાંથી પણ સાંજે 6 વાગે ઉપડશે. જે વાયા ડીસા, પાલનપુર, મેહસાણા, અમદાવાદ, બરોડા, ડભોઈ થઇ સ્ટેચ્યુ કેવડિયા જશે.આ સેવા પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પર્યટન સ્થળો સુધી પહોંચવામાં મદદરૂપ થશે. જેને આજે થરાદ ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ, હિતેષભાઇ, દાનાભાઇ માળી, નરેશભાઈ પટેલ, કલાવતીબેન, થરાદ ડેપો મેનેજર શ્રી ભરતભાઈ ચૌધરી દ્વારા {દેશની એકતા અને અખંડિત્તતા ના શિલ્પી, લોહપુરુષ, ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતી (રાષ્ટ્રીય એકતા દિવસ) નિમિત્તે}લીલી જંડી આપી જનતાની સેવા માટે મુકવામાં આવી.. આ કાર્યક્રમ માં સ્ટેન્ડ ઇન્ચાર્જ રાણાભાઇ, સોસાયટી ડિરેક્ટર દિનેશભાઇ પટેલ, રાણાભાઇ, મનુભાઈ, રાજુભાઈ, ઈશ્વરભાઈ, ભાવેશભાઈ, જ્યંતિભાઈ તેમજ અન્ય ડેપો યુનિયન હોદેદારો તેમજ કર્મચારીઓ હાજર રહેલ.
 
				





