THARADVAV-THARAD

ખેંગારપુરામાં તળાવ ખાતમુહૂર્તથી ખુશીની લહેર : પાણી સમસ્યા ઉકેલાશે તેવી આશા!

થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન 2026 અંતર્ગત ખેંગારપુરા ગામે નવીન તળાવ ખોદવાનું આજે ખાતમુરત કરવામાં આવેલ હતું

તેમાં ખેંગારપુરા ગામના સરપંચશ્રી શિવરામભાઈ ચૌધરી પૂર્વ તાલુકા ડેલિકેટ ગજાભાઈ ચૌધરી દૂધ ઉ. મં.મંત્રી અરજણભાઈ ચૌધરી પંચાયત બોર્ડિંગના સભ્યશ્રીઓ ઠાકોર લખાભાઇ તથા યુવાનો અને ગામના તમામે કોમના ભાઈઓ હાજર રહીને ખાતમૂર્ત કરવામાં આવેલું આ તળાવ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ પાલનપુર સંચાલિત અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નું વચન હતું કે 97 ગામની અંદર જે પાણીની વિકટ પરિસ્થિતિ અને ભૂગર્ભ ઉંડાણે જઈ રહ્યા છે ત્યારે સુજલામ સુફલામ હોય કે દરેક ગામની અંદર તળાવ નિમણૂક કરી તેમને ઊંડાણ ખોદાવી રીપેર કરી પાઇપલાઇન દ્વારા પાણી નાખીને ભૂગર્ભ જળ સ્તર ઉપર કેવી રીતે આવે તે માટે સતત પ્રયત્ન કરતા રહેલા છે વધુમાં ખેંગારપુરા ના સરપંચશ્રી શિવરામભાઈ ચૌધરી એ જણાવેલો કે અમારા ખેંગારપુરા ગામે કુલ ત્રણ તળાવ નિમણૂક કરેલા છે અને આજે એક તળાવનું ખોદકામ આજે ખાત મુરત કરેલું છે જેથી ગામ લોકોમાં ખુશીનો માહોલ હતો કે તળાવ ભરાશે અને બાજુમાં જ ખેંગારપુરા ગામમાં સુજલામ સુફલામ આવેલી છે ત્યાંથી આવતા સમયમાં પાણીનો પ્રશ્ન હાલ થતો જણાશે અને ખેંગારપુરા ગામના લોકોએ માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નો આભાર વ્યક્ત કરેલો

Back to top button
error: Content is protected !!