THARAD
થરાદની રહેણાંક સોસાયટીમાં અનઅધિકૃત કોમ્પલેક્ષ ઉભુ થઈ ગયું

વાત્સલ્યમ્ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ નગરપાલિકા વિસ્તારમાં દિન પ્રતિદિન દબાણો વધી રહ્યા છે ત્યારે થરાદ લક્ષ્મી મંદિર થઈ રામ મંદિર જતા સોસાયટીના રસ્તે એક અનઅધિકૃત કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે જોકે સ્થાનિક સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે આ એકદમ અનઅધિકૃત રીતે કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે અને તેના કારણે અમને પણ નુકશાન થઈ રહ્યું છે વધુમાં જણાવ્યું હતું કે આ કોમ્પલેક્ષ ના કારણે વાહનો ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે થરાદ નગરપાલિકા આ બાબતે કડક કાર્યવાહી કરે તેવી રહીશોની માંગ ઉઠી છે





