THARADVAV-THARAD

ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે ફ્રુટ વિતરણ કરાયું

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

યુવાઓના પ્રેરણાસ્ત્રોત અને વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવાન્વિત કરનાર સ્વામિ વિવેકાનંદની ૧૬૩ મી જન્મ જયંતી નિમિત્તે ભારત વિકાસ પરિષદ થરાદ દ્વારા સરકારી હોસ્પિટલ થરાદ ખાતે દાખલ દર્દીઓને તેમજ ઓપીડી દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયું 100 જેટલા દર્દીઓ લાભ લીધો હતો.

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ થરાદ શાખા ના પ્રમુખ ડો હિતેન્દ્ર શ્રીમાળી, મંત્રી

માયારામ, રેફરલ હોસ્પિટલ ના તબીબ ડો કૃણાલભાઈ માલોસણીયા પ્રાંત પદાધિકારી જયપ્રકાશ જોશી , , રામભાઈ પટેલ,હિતેશ ભાઈ ત્રિવેદી ,શંકર ભાઈ ચૌધરી,

સુરેશભાઈ સોની ,કેયુર ભાઇ સોની ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો .સમગ્ર કાર્યક્રમમાં ફળાહારના દાતા પીન્ટુભાઇ ભેરાભાઈ આચાર્ય હતા તેમનો પ્રમુખ ડો હિતેન્દ્ર શ્રીમાળી એ આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!