GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: જામકંડોરણાના રોઘેલ ગામને ‘પ્લાસ્ટિકમુક્ત’ બનાવવાના સંકલ્પ સાથે યોજાઈ ગ્રામસભા

તા.૨૮/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દેશને પ્લાસ્ટિકમુક્ત બનાવવા હાલ અભિયાન ચાલી રહ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના રોઘેલ ગામમાં ગ્રામસભા યોજવામાં આવી હતી. જેમાં ગામને પ્લાસ્ટિકમુક્ત બનાવવા સંકલ્પ લેવામાં આવ્યો હતો.

ગ્રામસભામાં ગામલોકોને પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે સમજ અપાઈ હતી. પ્લાસ્ટિક કેવી રીતે જમીનમાં પાણી ઉતરતું રોકે છે, કેવી રીતે જમીનને પ્રદૂષિત કરે છે, માનવ શરીર, પશુ આરોગ્ય તેમજ પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેટલું નુકસાનકારક અને ખતરનાક છે તેની વિસ્તૃત સમજ પણ ગામલોકોને આપવામાં આવી હતી. આ સાથે ગામલોકોને પ્લાક્ટિકનો ઉપયોગ ટાળવા અને ‘સ્વસ્થ ગ્રામ, સ્વચ્છ ગ્રામ’નું નિર્માણ કરવા અપીલ કરવામાં આવી હતી.





