થરાદમાં બોમ્બે માર્કેટની અંદર સ્પા સેન્ટરોની આડમાં ચાલી રહેલ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ શહેરમાં બોમ્બે માર્કેટ મા છેલ્લા કેટલાક સમયથી સ્પા સેન્ટરના નામે ચાલી રહેલા શંકાસ્પદ ગોરખધંધા સામે સ્થાનિક લોકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શહેરની વિવિધ જગ્યાઓ પર બહારથી આવીને કેટલાક લોકો સ્પા સેન્ટર ખોલી ખુલ્લેઆમ મનમાની અને લૂટ ચલાવતાં હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક નાગરિકો અનુસાર, આવા ગેરકાયદેસર પ્રવૃતિઓના કારણે યુવા પેઢીનું માનસિક અને આર્થિક નુકસાન થતું જોવા મળી રહ્યું છે. લોકોનું કહેવું છે કે જો આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે.
નાગરિકોએ માંગ કરી છે કે
“સરકારી અધિકારીઓ તાત્કાલિક છાપા મારે, તપાસ કરે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લે.”
જો કાર્યવાહી નહીં થાય તો અધિકારીઓ આંખ આડા કાન છે એવું દેખાઈ આવશે
શહેરજનો એ અધિકારીઓને આ મામલે ગંભીરતા બતાવી શહેર ના યુવાનોને વિકૃત પ્રવૃત્તિઓથી બચાવવા તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.




