THARADVAV-THARAD

સ્વરૂપજી ઠાકોર થરાદ ખાતે મંત્રી બન્યા બાદ પ્રથમવાર આગમન

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ

વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનું થરાદ ખાતે સ્વાગત કરવામાં આવ્યું. તેઓ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ પ્રથમવાર પોતાના વતન થરાદ આવ્યા હતા.થરાદ ચાર રસ્તા પર મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો એકઠા થયા હતા. તેમણે મંત્રી સ્વરૂપજીઠાકોરનું સ્વાગત કર્યું હતું.આ સ્વાગત કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યકરોએ તેમને મંત્રી બનવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!