THARADVAV-THARAD
પોકસોના કેસમાં આરોપીઓની રેગ્યુલર જામીનઅરજી ના મંજૂર કરતી થરાદની સેશન કોર્ટ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ પોસ્ટે એ, પાર્ટ ગુ.ર.જી.નં:૧૧૧૯૫૦૫૦૨૫૦૪૬૪/૨૦૨૫ થી બી,એન,એસ, ની કલમ- 137(2),87,64(1),336(2)(3),338,340(1),54 તથા પોકસો એકટની કલમ-4,6,17 મુજબ ના ગુનામાં આ કામના આરોપી (1) પટેલ વશરામભાઈ અજાભાઈ એ કી,પ,અ, ન- 470/2025 થી અને આરોપી (2) પટેલ મુકેશભાઈ અજેસિંહભાઈ એ કિ,પ,અ,ન -484/2025 થી રેગ્યુલર જામીન અરજી થરાદની નામદાર સેશન કોર્ટમાં દાખલ કરેલ જેમાં મૂળ ફરિયાદીના વિદ્વાન ધરાશાસ્ત્રી શ્રી એમ, આર,હડિયલ એ લેખિત વાંધા અરજી રજૂ કરેલ અને સરકાર તરફે App શ્રી આર, ડી,જોશી આમ બંને ધારાશાસ્ત્રીઓ ની ધારદાર દલીલોને નામદાર સેશન કોર્ટે ગ્રાહ્ય રાખી આ કામના બંને આરોપીઓની રેગ્યુલર જામીન અરજી તારીખ 17/11/2025 ના રોજ ના મંજૂર કરી




