વાવ-થરાદ જિલ્લા પંચાયત પ્રમુખ પદે રત્નીબેન પરમારની માંગ તેજ, વાવ થરાદ વિસ્તારમાં ઉઠ્યો એકસૂર

- વાત્સલ્ય
મ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાં હવે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ જિલ્લામાં સત્તા સ્થાપિત કર્યા બાદ હવે પ્રમુખ પદ કોને સોંપાશે તે મુદ્દે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
આ દરમિયાન વાવ-થરાદ સરહદી વિસ્તારમાં એક જ માંગ ઉઠી રહી છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રત્નીબેન હરચંદભાઈ પરમારની પસંદગી કરવામાં આવે. રત્નીબેન પરમારે મલુપુર જિલ્લા પંચાયત બેઠક પરથી બહુમતીથી વિજય મેળવી લોકસમર્થન મેળવ્યું છે. સાથે જ તેમણે સતત બીજી ટર્મ જીત હાંસિલ કરી પોતાની મજબૂત લોકપ્રિયતા સાબિત કરી છે.
વર્ષોથી ભાજપ સાથે જોડાઈને સંગઠન માટે વફાદારીપૂર્વક સેવા આપતા આવ્યા હોવાથી તેમનું નામ આગળ વધી રહ્યું છે. સ્થાનિક લોકોમાં એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે જો રત્નીબેન પરમારને જિલ્લા પંચાયત પ્રમુખ પદ સોંપવામાં આવશે તો જિલ્લામાં વિકાસકાર્યોને નવી દિશા અને ગતિ મળશે.
ખાસ કરીને વાવ-થરાદ વિસ્તારમાં “અઢારે આલમ”માંથી પણ એક જ સૂર સંભળાઈ રહ્યો છે કે ભાજપ જો રત્નીબેન પરમાર પર વિશ્વાસ મુકે તો તે લોકોના હિતમાં સાબિત થશે.
હવે ભાજપ હાઈકમાન્ડ કોના નામ પર મહોર મારે છે તે તરફ સમગ્ર જિલ્લાના લોકોની નજર મંડાઈ છે.





