થરાદ મેઈન બજારમાં ટ્રાફિક ચકાજામ ટ્રાફિક તંત્ર નિષ્ફળ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લાના થરાદ શહેરની મેઈન બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ટ્રાફિક ચકા જામ સર્જાઈ રહ્યા છે. દિવાળી પૂર્વેના શોપિંગ સીઝનને કારણે બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, પરંતુ આડેધડ પાર્કિંગ અને શાકભાજી તથા ફળોની લારીઓ રસ્તાના મધ્યમાં ઉભી રહેતા વાહન વ્યવહાર બેથી વધુ ખોરવાઈ રહ્યો છે.શહેરની મુખ્ય માર્ગ મેઈન બજાર, નવી બજારથી લઈને બસસ્ટેન્ડ સુધીના વિસ્તારમાં વાહનચાલકોને ઇંચ-ઇંચ આગળ વધવું પડે છે. અનેક વેપારીઓની દુકાનો સામે વાહનો અનિયમિત રીતે પાર્ક થતા તેમજ લારીઓ વચ્ચે જગ્યા ઓછી રહેતા ટ્રાફિક પોલીસને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.નાગરિકોએ રજૂઆત કરી છે કે શહેરના વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ સ્ટાફમાં વધારો કરવો જરૂરી છે. જો વધારાનો સ્ટાફ મેઈન બજારમાં નિયુક્ત કરવામાં આવે તો દૈનિક ભીડ અને વાહનજામની સમસ્યા ઘણીએક હદે દૂર થઈ શકે છે.નાગરિકોનું કહેવું છે કે ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થાય તો શોપિંગ માટે આવતા ગ્રાહકોને સુવિધા મળશે, અને વ્યવસાયિક માહોલ પણ વધુ સારું બનશે.સ્થાનિક વેપારીઓએ પણ માંગણી કરી છે કે શાકભાજી લારીઓને માટે અલગ સ્થાન નક્કી કરવામાં આવે તેમજ દુકાનોની બહારના આડેધડ પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવો હવે સમયની જરૂરિયાત બની ગઈ છે, નહીં તો તહેવારની સીઝનમાં થરાદ શહેરનું બજાર એકદમ અવરજવર માટે મુશ્કેલ બની શકે છે.




