આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે સ્વયં શિક્ષક દિન ઉજવાયો

5 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે સ્વયં શિક્ષક દિન ઉજવાયો. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતી નિમિત્તે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં 94 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ આચાર્ય, શિક્ષક, ક્લાર્ક સેવક વગેરેની ભૂમિકા અદા કરી સમગ્ર દિવસ દરમિયાન ઉત્તમ શૈક્ષણિક કાર્ય કર્યું હતું. તથા સમાપન કાર્યક્રમમાં આચાર્ય, શિક્ષક, ક્લાર્ક, સેવક વગેરેની ભૂમિકા અદા કરનાર વિદ્યાર્થીઓએ “શિક્ષણ એટલે સમાજનું ઘડતર, સંસ્કારોનું સિંચન અને જીવન જીવવાનું ભાથું” વગેરે વિશે તથા શિક્ષક તરીકે પોતે કરેલ શૈક્ષણિક કાર્યના અનુભવોને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા.આમ આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે કાર્યક્રમના કન્વીનર શિક્ષકશ્રી ધર્મેન્દ્રભાઈ ડાગરએ સમગ્ર સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓના સહયોગથી સ્વયં શિક્ષક દિન કાર્યક્રમનું ઉત્તમ આયોજન થયું હતું





