SURENDRANAGARUncategorizedWADHAWAN

સુરેન્દ્રનગર ડેપોનાં મહિલા કંડકટરે અમદાવાદનાં પત્રકારનું ભુલાઇ ગયેલું લેપટોપ પરત કર્યુ.

તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આ જમાનામાં પ્રામાણિકતાનું પ્રમાણ જ્યાં દિવસેને દિવસે ઘટતું થતું જઈ રહ્યું છે માણસાઈના દીવા ઓલવાતા જઈ રહ્યાં છે ત્યારે કેટલાક એવા લોકો પણ હોય છે જેઓ ગમે તેવી પરિસ્થિતિમાં પણ પ્રામાણિકતા છોડતા નથી આવું જ એક ઉદાહરણ હાલમાં અમદાવાદથી સુરેન્દ્રનગર જતા એક મુસાફર સાથે બન્યું હતું જ્યાં ગુજરાત એસટીની સુરેન્દ્રનગર ડેપોની અમદાવાદ રૂટની એક બસમાં તેમનું રૂ.40 હજારની કિંમતનું લેપટોપ બસમાં ભૂલાઈ ગયું હતું જેને તે બસના મહિલા કંડક્ટરે પરત કરીને માનવતા અને પ્રામાણિકતાની મિસાલ પુરી પાડી હતી અમદાવાદના એક પત્રકાર સુરેન્દ્રનગર જઈ રહ્યાં હતા એ દરમિયાન તેમના સામાનની સાથે લેપટોપ પણ હતું સવારે 7 વાગ્યે અમદાવાદથી સુરેન્દ્રનગર જતી ગુજરાત એસટીની એક્સપ્રેસ બસમાં તેઓ સુરેન્દ્રનગર જવા નીકળ્યા હતા 10.30 વાગ્યા આસપાસ બસ સુરેન્દ્રનગર પહોંચી હતી અને તેઓ ઉતરી ગયા હતા એ દરમિયાન તેઓ લેપટોપ સાથે લેવાનું ભૂલી ગયા હતા જો કે એકાદ કલાક બાદ તેમને એ બાબતનો ખ્યાલ આવતા તેમણે સુરેન્દ્રનગર એસટી સ્ટેન્ડના પાસ વિભાગમાં ફરજ બજાવતા ઘનશ્યામભાઈ નો સંપર્ક કર્યો હતો જેમણે ડેપો ઈન્ચાર્જ ધર્મરાજસિંહને જાણ કરતા તેમણે ટિકિટના આધારે બસના કંડક્ટર કોમલબહેનને પત્રકારની લેપટોપ બેગ બસમાં ભૂલાઈ ગઈ હોવાની જાણ કરી હતી કોમલ બહેને તરત બસમાં તપાસ કરતા લેપટોપ સાથેની બેગ તેમની બસમાં મળી આવી હતી જે તેમણે તરત પોતાની પાસે રાખીને બસ સુરેન્દ્રનગર એસટી ડેપોએ પહોંચતા પાસ વિભાગના ઘનશ્યામભાઈ તથા ડેપો ઈન્ચાર્જ ધર્મરાજસિંહની હાજરીમાં પત્રકારને સોંપ્યું હતું તેમની આ પ્રામાણિકતાથી ડેપો મેનેજર સહિતના સૌ કોઈએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા કંડક્ટર કોમલબહેન સામાન્ય પરિવારમાંથી આવે છે તેઓ ઘર પરિવાર સંભાળવાની સાથે કંડક્ટર તરીકે પણ ફરજ બજાવે છે જો કે લેપટોપ જોઈને પણ તેમના મનમાં કોઈ લાલચ જાગી નહોતી કોમલ બહેન કહે છે જે વસ્તુ મારી મહેનતની નથી તે લઈને હું શું કરું? એટલે જેમનું હતું તેમને પરત કર્યું આમાં મેં કોઈ મોટું કામ નથી કર્યું સુરેન્દ્રનગર ડેપોના પાસ વિભાગમાં ફરજ બજાવતા ઘનશ્યામભાઈ કહે છે કોમલ બહેન ખૂબ પ્રામાણિક વ્યક્તિ છે મુસાફરને મદદ કરવી તેમની પ્રકૃત્તિ છે અગાઉ પણ તેઓ આ રીતે અનેક લોકોને મદદ કરતા રહ્યા છે તેમની આ પ્રામાણિકતા માંથી બીજા લોકો પણ પ્રેરણા મેળવે છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!