DHRANGADHRASURENDRANAGARUncategorized

ધ્રાંગધ્રામાં પૂ.દેશળ ભગતની જગ્યાએ ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ

તા.07/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દેશળબાપુ અને લાલબાપુની જગ્યામાં મહાદેવ, રામ દરબાર અને રાધા કૃષણની મૂર્તિ પ્રતિષ્ઠા 5,6,7 માર્ચના યોજાશે, 5 લાખથી વધુ ભાવિકો ઉમટશે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં શહેરની ભાગોળે જી.આઇ.ડી.સી સામે ખવાસ રાજપૂત સમાજ સહિત વિવિધ સમાજોની શ્રધ્ધા તથા આસ્થાના કેન્દ્ર સમાન સંત શ્રી દેશળધામમાં ભવ્ય મંદિર નિર્માણનું કામ પૂર્ણ થઈ ગયું છે વર્ષ 2024 ના તા. 5,6 અને 7 માર્ચના નવા રૂપરંગ સાથે દિવ્ય ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે મંદિર નિર્માણ માટે રાજકોટના મવડી નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ભલાભાઈ ચૌહાણ અને તેમના સાથીદારો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે ભલાભાઈ સંચાલિત મવડી એજ્યુકેશન ટ્રસ્ટ અને શ્યામનગર એજ્યુકેશન ટ્રસ્ટનો મુખ્ય સહયોગ અને મંદિર નિર્માણમાં સિંહફાળો રહ્યો છે ભલાભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ ધાંગધ્રામાં રાજાશાહી વખતથી 2 એકર જગ્યામાં શ્રી દેશળબાપુ અને શ્રી લાલ બાપુની સમાધીનું સ્થાનક આવેલ છે સમગ્ર સંકુલનું નવીનીકણ થયું છે જર્જરિત મંદિરની જગ્યાએ વિશાળ નવું મંદિર બનાવવામાં આવ્યું છે બંને સમાધી મંદિરની સાથે જ બનાવવામાં આવેલા મંદિરોમાં શિવ પાર્વતી, રાધાકૃષ્ણ અને રામ,લક્ષ્મણ,જાનકી સાથે હનુમાનજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે કલાત્મક મૂર્તિઓ બનાવવાનું કામ ચાલુ છે માર્ચ મહિનામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે ત્રણ દિવસના મહોત્સવમાં પાંચ લાખ થી વધુ ભાવિકો આવશે તેવા પ્રયાસો છે મહોત્સવના પ્રથમ દિવસે દર્શનીય શોભાયાત્રા નીકળશે સંત શ્રી દેશળધામમાં મહોત્સવ વખતે લાખો લોકોની હાજરીને ધ્યાને રાખીને ઉતારા,ભોજન, ચા-પાણી, પાર્કિંગ, સમિયાણો વગેરેની તૈયારી પૂર્ણતાના આરે છે સ્થાનિક અને રાજ્ય ભરમાંથી તેમજ રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો આવનાર છે વ્યવસ્થા સંબંધી બેઠકો નો દોર ચાલી રહ્યો છે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને નિમંત્રિત કરવામાં આવેલ છે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખોડલધમના પ્રમુખ નરેશભાઇ પટેલ, રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, વન પર્યાવણ મંત્રી મુળુભાઈ બેરા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભઈ સંઘવી,પૂર્વ કેબીનેટ મંત્રી આઇ. કે જાડેજા,ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે શાસ્ત્રોકત વિધિ આચાર્યશ્રી પ્રફુલ મહારાજ અને તેમના સાથી ભૂદેવો કરાવશે શોભાયાત્રા પ્રથમ દિવસે તા.5 માર્ચ મંગળવારે સવારે 9 વાગ્યે પ્રસ્થાન કરી રાજમાર્ગો પર ફરશે પૂર્ણાહુતિ તા. 7 ના દિવસે બપોરે 1 વાગ્યે થશે મહોત્સવમાં આવતા તમામ ભાવિકો માટે ત્રણેય દિવસ બન્ને સમયે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે આયોજક અગ્રણીઓએ રાજપૂત ખવાસ સમાજના સર્વ લોકો દેશળ ભગતના ભક્તોને જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

Back to top button
error: Content is protected !!