AHAVADANG

ડાંગ:આહવા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા હોદ્દેદારોની જગ્યાએ પતિઓ વહીવટ કરતા ટી.ડી.ઓને આવેદન..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા હોદ્દેદારોની જગ્યાએ પતિઓ વહીવટ કરતા કૉંગી આગેવાને આવેદનપત્ર પાઠવ્યુ…મળતી માહિતી અનુસાર ગતરોજ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી.જે સામાન્ય સભામાં આહવા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા હોદ્દેદારોની જગ્યાએ તેઓનાં પતિ સામાન્ય સભામાં બેઠા હોવાનાં ફોટા સોશીયલ મીડીયામાં વાઇરલ થયા હતા.આહવા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા તાલુકા સદસ્યોની જગ્યાએ તેઓનાં પતિદેવો સામાન્ય સભામાં ઉપસ્થિત રહેતાની જાણ આહવાનાં જાગૃત નાગરિક અને કૉંગ્રેસનાં આગેવાન મનીષભાઈ મારકણાને થતા આજરોજ આહવા તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી યગ્નેશ અડને આવેદનપત્ર આપી રજુઆત કરતા જણાવ્યુ હતુ કે આહવા તાલુકા પંચાયતમાં પંચાયતી ધારા મુજબની સભા યોજવામાં આવે અને સામાન્ય સભાનાં અધ્યક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને આ બાબતે લેખિતમાં ખુલાશો કરવામાં આવે અને જો યોગ્ય ખુલાશો કરવામાં નહિ આવે તો વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિત પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવસે તથા આહવા તાલુકા પંચાયતમાં પતિરાજની પ્રથાને નાબૂદ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!