GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

Wakaner વાંકાનેરના રાતી દેવડી શાળાના શિક્ષિકા નિતાબેન ઉપાધ્યાયને નિવૃત્તિ વિદાયમાન અપાયું

Wakaner વાંકાનેરના રાતી દેવડી શાળાના શિક્ષિકા નિતાબેન ઉપાધ્યાયને નિવૃત્તિ વિદાયમાન અપાયું

વાંકાનેર તાલુકાની નવી રાતીદેવળી પ્રાથમિક શાળાના શિક્ષિકા નીતાબેન જે. ઉપાધ્યાયનો વય નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો જેમાં વાંકાનેર તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.જે.જી.વોરા,બીઆરસી મયુરસિંહજી પરમાર,કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળા( સંઘ પ્રમુખ),સી.આર.સી અજીતભાઈ શૈક્ષિક મહાસંઘ પ્રમુખ અશોકભાઈ સતાસિયા રામકૃષ્ણ તાલુકા શાળાના આચાર્ય હસમુખભાઈ મકવાણા,ગામના અગ્રણી અને શિક્ષણવીદ મહાવીરસિંહ ઝાલા,ગામના સરપંચ શાળાના આચાર્યશ્રી નરેન્દ્રભાઇ સારેસા તથા અન્ય અગ્રણી ગ્રામજનો અને પેટા શાળાના આચાર્યો તથા શિક્ષકોએ હાજરી આપેલ,નીતાબેન ઉપાધ્યાયને સૌએ ખૂબ ભાવભરી વિદાય તથા શુભેચ્છાઓ આપેલ હતી આ પ્રસંગે જે.જી.વોરા અને મહાવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સમગ્ર દુનિયામાં જો કોઈ શ્રષ્ઠ વ્યવસાય હોય તો એ શિક્ષકનો છે,શિક્ષક જ બાળકના ઘડતર,ભણતર,ગણતર અને ચારિત્ર્યના ચણતર દ્વારા ઉત્તમ નાગરિક બનવવાનું બહુ મૂલ્ય કામ કરે છે.વર્ષો સુધી અનેક બાળકોનું જીવન ઘડતર કરી નિતાબેન જ્યારે વય નિવૃત થઈ રહ્યા છે ત્યારે નિવૃત્ત બાદ પણ તેઓ પ્રવૃત્તિ જીવન જીવે,તંદુરસ્ત જીવન જીવે અને હાલ શાળામાં શિક્ષકોની ઘટ્ટ હોય,વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડે નહિ એ માટે તેઓ નિવૃત્તિ બાદ પણ શાળામાં આવતા રહે એવી વિનંતી કરી હતી, કાર્યક્રમનું સંચાલન પાયલબેન ભટ્ટે કર્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળા પરિવારે ખૂબ જ મહેનત ઉઠાવેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!