BHARUCHGUJARATNETRANG

ભરૂચ : લોકસભા ચૂંટણી પૂર્વે નેત્રંગ તાલુકા બી.ટી.પીમાં ગાબડું..

તાલુકા પંચાયત સભ્ય, સરપંચો અને માજી સરપંચો સહિત ૫૦ જેટલા હોદ્દેદારોએ ધારાસભ્યના હસ્તે કેસરિયો ધારણ કર્યો

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૯/૦૩/૨૦૨૪

 

 

 

તારીખ ૦૯/૦૩/૨૦૨૪ને શનિવાર ના રોજ ૧૫૨ – ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના નિવાસસ્થાન વલી ખાતે નેત્રંગ તાલુકાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠિ બેઠકના મહિલા સભ્ય સભ્ય રીનાબેન વસાવા અને તેઓના પતિ જયેશ વસાવા, કાંટીપાડા બેઠકના તાલુકા પંચાયતના માજી સભ્ય મંગા વસાવા, તેમજ કવચિયા ગ્રામ પંચાયતના સરપંચ શંકર વસાવા, નેત્રંગ તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયતના માજી સરપંચ બાલુભાઈ કે. વસાવા અને તેઓના ધર્મપત્ની અને પૂર્વ સરપંચ સીમાબેન બી. વસાવા, સંદીપ દેશમુખ સહિત ૫૦ થી વધુ કાર્યકરો ભારતીય ટ્રાયબલ પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે કેસરીયો ધારણ કર્યો. ધારાસભ્ય રિતેશ વસાવાના નિવાસસ્થાને બી.ટી.પીના સભ્યોને કેસરીયો પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા.

 

વડાપ્રધાનના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસના કામોથી પ્રભાવિત થઈને પદાધિકારીઓ સ્થાનિક વિસ્તારના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે બી.ટી.પી છોડીને ભાજપમાં જોડાયા છે. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્વે બી.ટી.પી ભંગાણના પગલે રાજકારણ ગરમાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!