BANASKANTHAKANKREJ

કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણા ખાતે મેળાવડામાં ભૂમિદાન અર્પણ કરનાર ભુમીદાતાનું સરપંચે સન્માન કર્યું.

શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના દિયોદર તાલુકાના રવેલના વતની વર્ષોથી ધંધાર્થે સુરતમાં સ્થાઈ થયેલ દાનવીરદાતા જેઓએ શ્રી નકલંક ગુરૂધામ શક્તિ નગર હળવદ ખાતે ગુરૂકુળ સ્કૂલમાં યથાયોગ્ય દાન, સુરત ખાતે
પ્રજાપતિ સમાજની વાડી માટે મુખ્ય હોલ,રાધનપુર પ્રજાપતિ છાત્રાલયમાં કોમ્પ્યુટર હોલ,રવેલમાં શ્રી ક્ષેત્રપાળ દાદાના મંદિરે મુખ્ય પ્રવેશદ્વાર,રવેલમાં શ્રી રામદેવપીર મંદિરના જીર્ણોદ્વારમાં યથા યોગ્યદાન,સંતશ્રી સોહમ આશ્રમ રાજપુર ખાતે મુખ્ય પ્રવેશ દ્વાર એમ અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં લાખોનું દાન અર્પણ કરનાર પ્રજાપતિ સમાજના દાનવીરદાતા પ્રજાપતિ ભીમજીભાઈ ગગાભાઈ એ તાજેતરમાં પ્રજાપતિ સમાજને થરા-દીઓદર રોડ ઉપર આવેલ વખા પાસે આવેલ પોતાની જમીન માંથી બે વિઘા જમીન શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ માટે તા.૦૩/૦૨/૨૦૨૪ ને શનિવારના રોજ પોતાના નિવાસ સ્થાને દુદાભાઈ જી.પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા સુરતના ઉપપ્રમુખ એવમ સુરત મહાનગરપાલિકા રિટાયર્ડ હેડ ક્લાર્ક મનસુખભાઈ ડી. પ્રજાપતિ કોલીવાડા,મંત્રી પ્રજાપતિ
દિનેશભાઈ એકલવાની ઉપસ્થિતિમાં કાંકરેજ/દીઓદર તાલુકાના પ્રજાપતિ સમાજના ભાઈઓને ભૂમિદાન અર્પણની જાહેરાત કરેલ ત્યારે કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણા ખાતે સરપંચ પ્રજાપતિ રમેશભાઈ જામાભાઈ ને ત્યાં મળેલ બાર પરગણા પ્રજાપતિ સમાજના મેળાવડામાં રમેશભાઈ સરપંચ,દશરથભાઈ રમેશભાઈ પ્રજાપતિએ શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ એસ. પ્રજાપતિ,ઉપ પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળના કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ,શ્રી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી રમેશભાઈ પ્રજાપતિ લુદ્રાની ઉપસ્થિતિમાં ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી શ્રીફળ આપી સન્માન કર્યું હતું. ત્યારે દાનવીર દાતાએ ઉપસ્થિત સૌ નો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આપણા સમાજ ને મારી કોઈ પણ પ્રકારની જરૂર પડે તો વિના સંકોચે મળી શકો છો  આપણી આવકમાંથી દસમો ભાગ સત્કાર્યોમાં વાપરવો એ આપણી દરેકની ફરજ છે.આ પ્રસંગે થરા નગર પાલિકા કોર્પોરેટર રસિકભાઈ પ્રજાપતિ,રાજુભાઈ પ્રજાપતિ કુંવારવા,વાલાભાઈ પ્રજાપતિ,ગોરધનભાઈ પ્રજાપતિ, અશોકભાઈ પ્રજાપતિ માંડલા,શ્રી બાર પરગણા પ્રજાપતિ સમાજના સગા સંબંધીઓ,ઈન્દ્રમાણાના ગ્રામ જનો વિશાળ સંખ્યામાં હાજર રહી સરપંચ રમેશભાઈ પ્રજાપતિના ખબર અંતર પૂછી ભોજન પ્રસાદ લઈ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!