AHAVADANG

ડાંગ: વઘઇ તાલુકાનાં જામન્યામાળ ફાટક પાસે બાઇક ઝાડ સાથે ભટકાતા ઘટના સ્થળે એકનું મોત નીપજ્યુ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં જામન્યામાળ ફાટક પાસે મોટરસાયકલ સવારો ઝાડ સાથે ભટકાતા ઘટના સ્થળે એકનું મોત નીપજ્યુ…પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજરોજ વાંસદા તાલુકાનાં વાટી ગામનાં મોતિરામભાઈ વાળલ ગાવીત તથા લક્ષુભાઈ ખાલપા ચૌધરીનાઓ મોટરસાયકલ ન.જી.જે.21.એન.1821 પર સવાર થઈ દુકાનનો સામાન લેવા વઘઇ ગયા હતા.વઘઇથી દુકાનનો સામાન લઈ પરત વાટી જઈ રહ્યા હતા તે વેળાએ મોટરસાયકલ ચાલક નામે લક્ષુભાઈ ખાલપા ચૌધરીએ ગફલતભરી રીતે હંકારી સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દઈ મોટરસાઇકલને માર્ગની સાઇડમાં આવેલ ઝાડ સાથે ભટકાવતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ નામે લક્ષુ ચૌધરીનાઓને કપાળ તથા મોઢાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેનું મોત નિપજ્યુ હતુ.જ્યારે પાછળ બેસેલ સવાર નામે મોતીલાલ ગાવીતને પણ મોટી ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની વઘઇ સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.આ બનાવ સંદર્ભે વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!