KALOL(Panchamahal)PANCHMAHAL

આરોગ્ય મંત્રી સાથે શિક્ષણ મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના ૧૩૦૦ પોલીસ જવાનો CPRની તાલીમમાં જોડાયા

તારીખ ૧૧ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

સમગ્ર રાજ્યમાં એક સાથે ૫૧ જેટલાં સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આજે તા.૧૧ જૂન રવિવારના રોજ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવી હતી. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના છબનપુર સ્થિત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના ૧૩૦૦ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPRની તાલીમ યોજાઈ હતી. આ સાથે અંગદાન અંગે પણ સંક્લ્પ લેવાયો હતો. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે,વૈશ્વિક મહામારી કોરોનાકાળ બાદ હ્રદય રોગના હુમલાઓમાં વધારો નોંધાતો જણાઈ આવી સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. જમાં સી.પી.આર એક એવી ટેકનિક છે,જેનાથી શરૂઆતી ૫ થી ૧૦ મિનિટમાં વ્યક્તિનો અમૂલ્ય જીવ બચાવી શકાય છે.સરકારશ્રી દ્વારા છેલ્લા બે મહિનાથી સમાજ અને લોકો માટે કંઇક કરી છૂટવાની હકારાત્મક ભાવના સાથે વિવિધ સ્થળો ખાતે સી.પી.આરની તાલીમનું આયોજન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે પ્રાચીન કાળથી દેશમાં યોગ અને પ્રાણાયમનું મહત્વ રહ્યું છે ત્યારે, દરેક પરિવારના સભ્યોએ ફિટનેસ જાળવવી ખૂબ જરૂરી બને છે. મન અને તન તંદુરસ્ત બનશે તો શારીરિક રીતે સશકત વ્યક્તિનું યોગદાન દેશ માટે મહત્વપૂર્ણ બની રહેશે. તેમણે પોલીસ વિભાગની કામગીરીને બિરદાવી હતી.આ સાથે તેમણે વસુધૈવ કુટુંબની ભાવના સાથે સૌકોઈને આત્મનિર્ભર ભારત તરફ પ્રયાણ કરવા આહવાન કર્યું હતું.કાર્યક્રમ પૂર્ણ થયે આરોગ્ય મંત્રીએ સી.પી.આરનું પ્રેક્ટીકલ કરી તમામ માહિતી મેળવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે,સી.પી.આર તાલીમ સમાજ અને પરિવાર માટે આશીર્વાદ સમાન છે.આ તાલીમ અંગે તમામ લોકોમાં અવેરનેસ આવે તે જરૂરી છે. તેમણે કહ્યું કે પોલીસ વિભાગના જવાનોના શિરે સેવા,શાંતિ અને સુરક્ષાની સાથે હવે અમૂલ્ય જિંદગી બચાવવાના ભગીરથ કાર્યથી સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થશે.આ પ્રસંગે સૌકોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સી.પી.આર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ તકે ડૉ.વિજય પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને ડી.વાય.એસ.પીશ્રી કુંપાવત દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી. વૈશ્વિક મહામારી કોરોનાકાળ બાદ હ્રદય રોગના હુમલાથી નાની વયે મૃત્યુ થવાનો દર વધ્યો હોવાથી માનવીની મહામૂલી જીંદગી બચાવવામાં રાજયના પોલીસ જવાનો પણ મદદરૂપ બને તેવા શુભ આશયથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ તાલીમ આપવાનું નક્કી કરાયું હતું. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મિનીટનો સમય લાગી જતો હોય છે. જે ૦૫ થી ૧૦ મિનીટ દરમિયાન માનવીના મગજ સુધી લોહી ન પહોંચે તો દર્દીનું મૃત્યુ થતું હોય છે. આવુ ન થાય તે માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની સાબિત થશે તેમ તબીબી નિષ્ણાંતોએ જણાવ્યું હતું. આ પ્રસંગે ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી,મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ,જિલ્લા કલેકટર આશિષ કુમાર,જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,જીએમઈઆરએસ મેડિકલ કોલેજના ડીન સંદીપ શાહ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એમ.આર.ચૌધરી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટશ્રી મોના પંડ્યા સહિત આરોગ્ય અને પોલીસ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!