GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પત્રકારો ઉપર ખોટા આક્ષેપો અંગે વેજલપુરના પત્રકારો દ્વારા ટીડીઓ ને આવેદન આપ્યુ.

તારીખ ૨૫/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગામે ગત તા ૨૨/૦૪ ના રોજ ડીવાયએસપી હાલોલ દ્વારા યોજાયેલ લોક દરબાર કાર્યક્રમમાં વેજલપુરના ગ્રામજનો, ગ્રામ પંચાયતના સભ્યો,તાલુકા પંચાયતના સભ્ય, હાજર રહ્યા હતા.તે સમયે વેજલપુર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર પાંચ ના સભ્ય દ્વારા,”અમો વિકાસના કામો શરૂ કરે છે ત્યારે પત્રકારો પૈસાને માંગણી કરે છે અને ખોટા અક્ષેપો કરે છે”આવા ખોટા આક્ષેપો અને પાયાવિહોણા આક્ષેપ કરીને વેજલપુર સહિત સમગ્ર પત્રકાર આલમની આબરૂ નુ ધોવાણ કરેલ છે. પત્રકારોએ જો કોઈ પૈસા ને માંગણી કરી હોય તો તેના પુરાવા રજૂ કરવા, અને પુરાવા મળે થી તેવા પત્રકાર ઉપર કાયદેસર કાર્યવાહી કરવા વિકલ્પે પત્રકારોએ આવી ખોટી માંગણી કરી ન હોય તો આક્ષેપ કરનાર નિશાંતભાઈ સંજયભાઈ શાહ સામે પત્રકારોને ખોટી રીતે બદનામ કરવા બાબત કાયદેસર કાર્યવાહી કરવા અંગે ફરિયાદ કરવા અંગેનું આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યું. બીજી તરફ પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ વોર્ડ નંબર પાંચ ના સભ્ય નિશાંતકુમાર સંજયભાઈ શાહ કે જેઓ સરકારી અનાજના કારોબારમાં પીબીએમ હેઠળ જેલમાં જઈ આવ્યા હોવાથી ગત તા ૦૮/૧૨/૨૩ ના રોજ તેમનું સભ્યપદ રદ કરવા માટે વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા લેખિતમાં રિપોર્ટ કરવામાં આવેલ છે.જે રિપોર્ટ આધારે તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલ ન હોય તેઓને સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની પણ અરજી કરેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!