GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરમાં ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો.

તારીખ ૨૬/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સહિત તાલુકામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.અને ત્યારબાદ આજે સવારે અગિયાર વાગ્યાના આસપાસ કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.વરસાદને કારણે ઠંડક પ્રસરી જતા બફારાથી આંશિક રાહત મળી હતી.પરંતુ બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.અને પાકને લઇ ખેડૂતોને નુકશાની ની ભીતિ સતાવી રહી છે.

હાલ ઉનાળો ચાલી રહ્યું છે.અને ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે પરંતુ તે વચ્ચે કાલોલ શહેર સહિત અમુક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે સવારના અગીયાર વાગ્યાના આસપાસ અચાનક ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેને કારણે ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ સર્જાયો છે ત્યારે કાલોલ શહેરમાં અસહ્ય તડકા અને ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કાલોલ શહેર સહિત અમુક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.ત્યારબાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ગાજવીજ સાથે શહેરમાં વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!