SINOR

છાણભોઇ ગામે રૂપિયા ૧૪.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ, ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું

શિનોર તાલુકાના છાણભોઇ ગામે અતિ જર્જરિત બનેલી ગ્રામ પંચાયત કચેરી ના સ્થાને નવીન ગ્રામ પંચાયત ભવનનું નિર્માણકાર્ય કરાયું હતું.. રૂપિયા ૧૪.૫૦ લાખ ની માતબર રકમના ખર્ચે નિર્માણ પામેલ પંચાયત ભવનનું કામ પૂર્ણ થતાં, બુધવાર ની સાંજે, પંચાયત ભવનના લોકાર્પણ અંગે નો એક કાર્યક્રમ યોજાયો હતો.. વડોદરા જીલ્લા ભાજપ પ્રમુખ સતિષપટેલ નિશાળીયા ની અધ્યક્ષતામાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમ પૂર્વે, પંચાયત ભવનમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે પૂજા કરવામાં આવી હતી..જે બાદ રીબીન કાપી પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું હતું.આ પ્રસંગે સતિષપટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવો નું ગામ આગેવાન મહેશ પટેલ, સુરેશ પટેલ, સૌરભ પટેલ અને પંચાયત ના સદસ્યોએ પુષ્પહાર થી સ્વાગત કર્યું હતું..જે બાદ તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રવદન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ અને જીલ્લા ભાજપ પ્રમુખ સતિષપટેલ નિશાળીયા એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.. સતિષપટેલે પોતાના વ્યક્તવ્ય દરમિયાન ગ્રામ પંચાયતો ની ચૂંટણી દરમિયાન વધુને વધુ પંચાયતો સમરસ બને અને સમરસ પંચાયત ને સરકાર તરફથી અપાતી વિશેષ ગ્રાન્ટ થી ગામનો વધુ વિકાસ કરવાની બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો..
ફૈઝ ખત્રી… શિનોર

Back to top button
error: Content is protected !!