VADODARAVADODARA CITY / TALUKO

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં સુબોધનગર ખાતે રહેતા યુવકે પંખા સાથે લટકતી કિશોરની લાશ મળી, પરિવારનો હત્યાનો આક્ષેપ

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં સુબોધનગર ખાતે રહેતા યુવકે પંખા સાથે લટકતી કિશોરની લાશ મળી, પરિવારનો હત્યાનો આક્ષેપ, માતાએ આક્રંદ સાથે કહ્યું: ‘મારા દીકરાને ખૂબ મારતા’

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સુબોધનગરમાં 15 વર્ષના કિશોરનો કૂતરાને બાંધવના બેલ્ટ અને પંખા સાથે લટકતો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકના પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. લોકડાઉનમાં કરેલી 4 લાખ રૂપિયાની મદદ પેટે કિશોરને ઘરકામ માટે રાખ્યો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસને આજે બપોરે 3 વાગ્યા આસપાસ કોલ મળ્યો હતો કે, માંજલપુર વિસ્તારમાં સુબોધનગરના એક મકાનમાં એક કિશોરે આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, FSL અને ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત મૃતકના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પોલીસે લાશનો કબજો લઈને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ દરમિયાન પીડિત પરિવારે ઘરમાં તોડફોડ કરી હતી. પીડિત પરવારનુ ઘર નજીકમાં આવેલા ગોકુલનગરમાં છે. સુબોધનગર સ્થિત આ ઘરમાં દીપાબેન, રાજેશભાઈ અને ગગનભાઈ રહે છે અને તેઓ કિશોરને ત્રાસ આપતા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
સમાજના અગ્રણી સંજય ઉઘરેજીયાએ જણાવ્યું હતું કે, અમને એવુ લાગે છે કે, વિપુલને મારીને લટકાવી દેવામાં આવ્યો છે. જો એને આત્મહત્યા કરી હોત તો તેને પગ નીચે પડેલા ન હોત. કૂતરાના બેલ્ટથી એને મારી નાખવામાં આવ્યો છે. એને ત્રાસ આપેલો છે એવુ અમને લાગે છે. છોકરાના પિતાને કેન્સરની બીમારી છે. છોકરાઓ બેથી ત્રણ વર્ષથી અહીં કામ કરતા હતા. એ લોકો લાખ-બે લાખ રૂપિયા એમને આપે તો એ લોકો એવુ કહેતા હતા કે, આ બધુ વ્યાજમાં ગયું. એમની મૂડી એવીને એવી બાકી રાખતા હતા. તેઓ કહેતા કે, અમારા રૂપિયા બાકી છે, ત્યાં સુધી અહીં કામ કરવુ પડશે. એવી રીતે માનસિક ત્રાસ આપીને કામ કરાવતા હતા. અમને ન્યાય મળવો જોઈએ એ જ અમારી માંગણી છે. આ પરિવાર ભાદરવા ચેહર માતા મંદિર સાથે સંકળાયેલો છે.

રિપોર્ટર રવિ તરબદા વડોદરા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!