RAJKOTRAJKOT CITY / TALUKO

હિરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટની સ્થળ સમીક્ષા કરતા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ

બોઇંગ ૭૪૭ ઉતરી શકે તે પ્રકારની ક્ષમતાનો 3 કિલોમીટરથી વધુનો રનવે તૈયાર

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

  • એરપોર્ટ પ્રોજેક્ટની ઓવરઓલ ૯૦ ટકા કામગીરી પૂર્ણ
  • બોક્સ કલવર્ટ સહિત રન-વે, એપ્રન, પાર્કિંગ ટેક્સી ટ્રેક, કમ્યુનિકેશન બિલ્ડીંગ સહિતની કામગીરી

૧૦૦ ટકા પૂર્ણ.

  • બાઉન્ડ્રી વોલની ૯૦ ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની ૯૫ ટકા પૂર્ણ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ તા. ૦૯ જાન્યુઆરી – કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ પામી રહેલ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થળ મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી વિવિધ વિભાગોની બાકી રહેલી કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

કલેકટરશ્રી સાથે પ્રાંત અધિકારીશ્રી સંદીપ વર્મા સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ એપ્રોચ રોડ થી રનવે સુધીની તમામ સાઈટની મુલાકાત લીધી હતી. આ તકે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજરશ્રી લોકનાથ પાધે અને ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી અમિતાભ ચક્રવર્તીએ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટની કામગીરીથી કલેક્ટરશ્રીને તથા અન્ય અધિકારીઓને કર્યા હતા.

અધિકારીશ્રી પાધેના જણાવ્યા મુજબ એરપોર્ટ ખાતે હાલ ૯૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં બોક્સ કલવર્ટ સહિતનો ૩૦૪૦x૪૫ મીટરનો રનવે, કે જેની ક્ષમતા બોઇંગ ૭૪૭ ઉતરી શકે તે પ્રકારનો છે આ સાથે એપ્રન, પાર્કિંગ ટેક્સી ટ્રેક, કમ્યુનિકેશન બિલ્ડીંગ સહિતનીની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ચૂકી હોવાનું તેમજ બાઉન્ડ્રી વોલની કામગીરી ૯૦ ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની ૯૫ ટકા અને ઇન્ટ્રિમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી આ માસના અંતે પૂર્ણ થઈ જશે. મેઈન ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલ આવી પહોંચ્યો છે. એપ્રોચ રોડ પર કલાત્મક પ્રવેશ દ્વારા તેમજ રોડ વચ્ચે ડિવાઇડરમાં કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે઼

એરપોર્ટની નિર્માણની કામગીરી ૨૪x૭ અવિરત ચાલી રહી છે, સમગ્ર પ્રોજેક્ટની ૯૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાની માહિતી પ્રોજેક્ટ અધિકારીશ્રીએ આપી હતી.

આ તકે  મામલતદારશ્રી કરમટા,  તલાટી મંત્રીશ્રીઓ, નેશનલ હાઇવે ઓથોરિટી, આર.એન્ડ બી., પંચાયત, પાણી પુરવઠા, ઇરીગેશન સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!