GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: શોર્ટ ફિલ્મમાં અધિકારીઓ અને નામાંકિતોએ ‘હું પણ મત આપીશ, આપ પણ મત આપો’ની લાગણી વ્યક્ત કરી

તા.૨૫/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આંગણવાડીઓ અને રહેણાંક વિસ્તારોમાં આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં અવશ્ય મતદાનની અપીલ કરાઈ

Rajkot, Gondal: સમગ્ર રાષ્ટ્રમાં આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ના અવસરની ઉજવણી થનારી છે. દેશના પર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું આવશ્યક છે. ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જીજ્ઞાસાબેન ગઢવીના દિશાનિર્દેશનમાં ૭૩ – ગોંડલ વિધાનસભા મતદાર વિભાગમાં આસિસ્ટન્ટ રીટર્નિંગ ઓફિસરશ્રી રાહુલભાઈ ગમારાના માર્ગદર્શન મુજબ મતદારોને મતદાનની નૈતિક ફરજ અદા કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

જે અન્વયે ગોંડલ શહેર મામલતદારશ્રી ડી. ડી. ભટ્ટ, ગોંડલ ગ્રામ્ય મામલતદારશ્રી આર. બી. ડોડીયા અને ડેપ્યુટી મામલતદારશ્રી વાય. ડી. ગોહિલના નેજા હેઠળ શ્રી માનવભાઈ ભોજાણી દ્વારા મતદાનની જાગૃતિ અર્થે ‘ભગવદ્ ભૂમિ ગોંડલથી એક કદમ લોકશાહી તરફ..’ શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. જેમાં ગોંડલની બૌદ્ધ ગુફા, ભુવનેશ્વરી પીઠ, રીવર સાઇડ પેલેસ જેવા પ્રખ્યાત સ્થળોના નજરા સાથે મતદાનની અગત્યતા દર્શાવતો સંદેશ આપવામાં આવ્યો છે. તેમજ શોર્ટ ફિલ્મમાં DySP શ્રી કે.જી.ઝાલા, શ્રી રાહુલભાઈ ગમારા સહિતના અધિકારીઓ તેમજ શ્રી જયભાઈ વસાવડા, શ્રી સાઈરામ દવે, શ્રી નિધિબેન ધોળકિયા, શ્રી મનસુખભાઈ વસોવા, શ્રી હરદેવભાઈ આહીર સહિતના નામાંકિત વ્યક્તિઓ અને સામાન્ય જનતાએ ‘હું પણ મત આપીશ, આપ પણ મત આપો’ની લાગણી વ્યક્ત કરી છે.

વધુમાં, ગોંડલ તાલુકા પંચાયત ખાતે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી રાહુલભાઈ ગમારાના અધ્યક્ષસ્થાને આંગણવાડી વર્કર્સ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ચૂંટણી પ્રક્રિયા, મતદાન મથક, ચૂંટણીલક્ષી સેવાઓ આપતી એપ્લીકેશન્સ સહિતની બાબતો વિશે સમજૂતી આપવામાં આવી હતી. તેમજ આવનાર લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે સર્વને અપીલ કરવામાં આવી હતી. આ તકે આંગણવાડી બહેનો દ્વારા ‘દસ મિનિટ, દેશ માટે’ ફાળવવાની અપીલ કરતી રંગોળી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં સૌએ મતદાન અવશ્ય કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ઉકાવાલાભાઈ, ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરશ્રી સોનલબેન વાળા, નાયબ મામલતદારશ્રી હેતલબેન ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, લોકશાહીના પર્વમાં મહિલા મતદારોની જાગૃતિ વધે, તે માટે ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે લાભાર્થીઓ માટે પૂર્ણા દિવસની ઉજવણી સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા થકી મહિલાઓને સહકુટુંબ મત આપવા જવાનો સંદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમ માટે ગોંડલના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી સોનલબેન વાળા, મુખ્ય સેવિકાશ્રી પીન્ટુબેન દવે અને આંગણવાડીના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. તેમજ ગોંડલ મત વિસ્તારમાં સમાવિષ્ટ બુથ નંબર ૮૮, ૮૯ અને ૯૦ના રહેણાંક વિસ્તારમાં લોકોને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!