CHIKHLINAVSARI

સ્વચ્છ ભારત મિશન નું કુકેરી ગામના ચક્કરીયા ખાતે ધજાગરા ઉડી રહ્યા છે

ચીખલી સાપુતારા સ્ટેટ-વે પર ચક્કરીયા કાવેરી નદીના પુલની બાજુ માં કચરો અને દુર્ગંધ નું સામ્રાજ્ય

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

ચીખલી તાલુકાના કુકેરી ગામ ખાતે થી પસાર થતા ચીખલી સાપુતારા સ્ટેટ વે પર ચકકરીયા પાસે કાવેરી નદી ના પુલ ની બાજુમાં મોટા પાયે ઘન કચરો ડમ્પીંગ કરવામાં આવી રહ્યો હોય. તેની બોલતી તસ્વીર જોઈ શકાય છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયતને એક ટેમ્પો સ્વચ્છતા માટે ફાળવવામાં આવ્યો હોય તેમ છતાં રસ્તાને બાજુમાં અને નદીના કિનારા પર આ દુર્ગંધ મારતો કચરો જોઈ શકાય છે. આ કચરો કુકેરી ગામ ની ડમ્પિંગ સાઈડ હોવા છતાં ત્યાં નાખવામાં આવી રહ્યું છે.લોક ચર્ચા મુજબ આજુ બાજુ ની હોટેલ સંચાલકો દ્વારા આ કચરો નાખવામાં આવી રહ્યુ છે.આ કચારો નાખવાના કારણ થી ગામમાંથી પસાર થતી નદી માં ગંદકી જોવા મળી રહી છે. જ્યારે સરકાર શ્રી દ્વારા લાખો કરોડો રૂપિયા ની ગ્રાન્ટ સ્વચ્છતા પાછળ ખર્ચ કરવામાં આવી રહી હોય.તો પણ કુકેરી ગ્રામપંચાયત નાં વહીવટ કરતાઓ આ બાબત એ વામણા પુરવાર થઈ રહ્યા છે. ગામ પંચાયત દ્વારા ડમ્પીંગ સાઈટ ફાળવવામાં આવી હોવા છતાં આ કચરો રોડ ની બાજુ માં નાખવામાં આવી રહ્યો છે. જેના કારણે રોડ ની બાજુ માં દુર્ગંધ અને ગંદકી નું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે વહીવટ તંત્ર ક્યારે આ બાબતે ધ્યાન લેશે એ જોવાનું રહ્યું. આ સમસ્યા અનેક વાર અલગ અલગ સમાચાર પત્રક માં પ્રકાશીત થયેલ હોવા છતા નફટ પંચાયત ના સરપંચ કે એમના સભ્યો ને આ સમસ્યા નું નિરાકરણ લાવવામાં કોઈ રસ નથી એમ લાગી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!