BHARUCH

જંબુસર એસટી ડેપોના મેનેજરની બદલીની માંગ સાથે હડતાળ કરનાર ફિકસ પગારવાળા નવ ડ્રાઈવર-કન્ડકટર સસ્પેન્ડ


જંબુસર એસ.ટી.ડેપો ના ફિક્સ વેતનધારક ડ્રાઇવર તથા કન્ડકટરો એ ગત તારીખ ૨૦ જાન્યુઆરીએ એ ડેપો મેનેજર ના મનસ્વી નિર્ણય ના કારણે તથા અપાતા માનસિક ત્રાસ થી કંટાળી ને ડેપો મેનેજર ની તથા એટીઆઈ ની બદલી ની માંગ સાથે હડતાલ ઉપર ઉતરી જઈ એસ.ટી.બસ નુ સંચાલન ઠપ્પ કરતા એસ.ટી.ના ભરૂચ ડીવીઝન ના ડીટીઓ સી.ડી.મહાજને હડતાલ ઉપર જનાર પૈકી ફિક્સ વેતનધારક બે મહીલા કન્ડકટર સહિત ચાર કન્ડકટરો ને તથા પાંચ ડ્રાઈવરો ને તેમની ફરજ ઉપર થી સસ્પેન્ડ કરતા જંબુસર એસ.ટી.ડેપો મા ચકચાર મચી ગઈ હોવાના તથા એસ.ટી.સત્તાધીશો લેવાયેલ નિર્ણય સંદર્ભે ફિક્સ વેતનધારક ડ્રાઈવર તથા કન્ડકટર મા રોષ ની લાગણી પ્રવર્તી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર એસ.ટી.ડેપો ખાતે ફિક્સ પગાર ઉપર ફરજ બજાવતા ડ્રાઈવરો તથા કન્ડકટરો એ ગત તારીખ ૨૦ મી ના રોજ જંબુસર ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડ ધ્વારા અપાતા માનસિક ત્રાસ તથા થઈ રહેલ કનડગત ના પગલે હડતાલ ઉપર ઉતરી જઈ ડેપો મેનેજર તથા એટીઆઈ ની બદલી ની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.હડતાલ ના પગલે એસ.ટી.બસો નુ સંચાલન ઠપ્પ થઈ ગયુ હતુ.ફિક્સ પગાર ધારક ડ્રાઈવર, કન્ડકટર ની વિજળીક હડતાલ ના પગલે ભરૂચ ડીવીઝન ના ડીટીઓ સી.ડી.મહાજન જંબુસર દોડી આવ્યા હતા. અને તેઓની મધ્યસ્થી હડતાલ સમેટાઈ હતી. હડતાલ ઉપર ઉતરેલા ફિક્સ પગાર ધારક ડ્રાઈવર કન્ડકટર પૈકી ડ્રાઈવર પી.ટી.પ્રજાપતિ, પી.ડી.રાઠોડ, વિજયસિંહ સોલંકી,
જી. એમ.સિંધા, એચ.એફ.મલેક તથા કન્ડકટર એન.જી.ચાવડા, વી.પી.સોનગરા, મહિલા કન્ડકટર એચ.કે.રબારી, પી.પી.ખાંટ ને અન્ય સાથી ફિક્સ પગાર ધારક કર્મચારીઓ ને ભેગા કરી જંબુસર ડેપો ના વહીવટ ના સરળ સંચાલન મા વિક્ષેપ ઉભો કરી મુસાફર જનતા ને અગવડતા મા મુકી વહીવટ ને બાન મા લઈ ને ડેપો મેનેજર તથા સુપરવાઇઝર વિરૂધ્ધ સુત્રોચાર કરવા બદલ ભરૂચ ડીવીઝન ના ડીટીઓ સી.ડી.મહાજને ફરજ ઉપર થી સસ્પેન્ડ કરવા નો ઓર્ડર કરતા જંબુસર ડેપો મા ચકચાર વ્યાપી ગઈ હતી.તથા જેઓની મધ્યસ્થી ના કારણે હડતાલ સમેટાઈ હતી તેઓએ જ નવ ફિક્સ પગાર ધારક ડ્રાઈવર કન્ડકટર ને સસ્પેન્ડ કરતા રોષ ની લાગણી પ્રવર્તી છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!