MEHSANAVIJAPUR

જિલ્લા કક્ષાના ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કડી ખાતે કરાઈ

મહેસાણા જિલ્લાના પ્રભારી તેમજ રાજ્યના સહકાર અને ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની ગરીમામય ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કડી ખાતે કરાઈ

રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાત સંપૂર્ણ વિઝન પુરવાર થયું છે
– સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા

– આત્મ નિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં ગુજરાત સંકલ્પબધ્ધ છે

– G -20 સમિટના વિવિધ ચર્ચા સત્રો રાજ્યના ઔદ્યોગિક વિકાસને બળ આપશે

– પ્રધાનમંત્રી શ્રી આપેલા વોકલ ફોર લોકલ મંત્રથી ગુજરાતની MSMEs ને વેગ મળ્યો છે
કડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ તેમજ વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમા ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ભાગરૂપે જિલ્લાના કડી ખાતે ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાનાં કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી આન-બાન-શાન સાથે સલામી અર્પી હતી. વહીવટી તંત્ર સાથે પ્રજાજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
સહકાર અને ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માએ પરેડ કમાન્ડરશ્રીના નેતૃત્વમાં પરેડની સલામી ઝીલી વિવિધ પોલીસ દળની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ૭૪માં પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી ના નેતૃત્વમાં રાષ્ટ્ર આજે ત્રીજી મહાસત્તા તરીકે ઉભી આવ્યો છે. દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ ,સાતત્યપૂર્ણ નેતૃત્વ અને જનશક્તિના સાક્ષાત્કારના ત્રિવેણી સંગમથી વિકાસના નવતર સોપાનો દેશ સર કરી રહ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ’ મંત્રને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ટીમે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે તેમ જણાવ્યું હતું વધુમાં જગદીશ વિશ્વકર્મા ઉમેર્યું હતું કે ગુજરાતે અનેક યોજનાઓના અસરકારક અમલથી નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ઇન્ડેક્સના ત્રીજા આયામમાં આરોગ્યની સુખાકારીમાં ગુજરાત વર્ષ 2020-21મો 86માં સ્કોર સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યો છે ,તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં આરોગ્ય યોજનામાં 1.68 કરોડ ઉપરાંત લોકો લાભ લઈ રહ્યા છે તેમજ મહેસાણા જિલ્લામાં 07.50 લાખથી વધુ કાર્ડ નું વિતરણ કરાવ્યું છે. ગુજરાતે આજે કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોમાં દેશભરમાં ઊડીને આંખે વળગે તેવી વિકાસની નૂતન કેડી કંડારી છે તેમ જણાવ્યું હતું ૭૪માં પ્રજાસત્તાક પર્વે ધ્વજને સલામી આપતા જણાવ્યુ હતું કે, રાજ્યનો કૃષિ દર છેલ્લા બે દાયકાથી ડબલ ડિજીટમાં રહ્યો છે.ખેડુતોને સન્માન મળી રહે તે માટે રાજ્યમાં રૂપિયા 1149 કરોડની સહાય ખેડૂતોના ખાતામાં જમા કરાઇ છે. તેમજ ખેડુતોને પોષણક્ષમ ભાવ માટે રવિ ઋતુમાં 2921 કરોડના મૂલ્યના ચણાની ટેકાના ભાવે ખરીદી કરાઇ છે તેમજ મહેસાણા જિલ્લામાં ઐતિહાસિક અને વિરાસત સંસ્કૃતિની નગર વડનગર તેમજ મોઢેરા સૂર્યમંદિરને વર્લ્ડ હેરીટેજ સાઇટની ટેન્ટેટીવ યાદીમાં સ્થાન મળ્યું છે જે જિલ્લા માટે ગૌરવની વાત છે દેશના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રનું સૌ પ્રથમ સૂર્યગામનું બહુમાન મોઢેરાને આપી રાજ્યની પારંપરિક અને બિનપારંપરિક ઉર્જાના નવા આયામોને વેગ આપ્યો છે.આપણા દેશના પ્રધાનમત્રીએ મહેસાણા જિલ્લાને રૂપિયા ત્રણ હજાર કરોડના વિકાસ કામોની ભેટ મોઢેરા ખાતેના કાર્યક્રમમાં આપી હતી તેમજ રૂપિયા 2700 કરોડના ખર્ચે તૈયાર થનાર રેલવેની તારંગાહિલથી આબુ લાઇનની ભૂમિપૂજન કરાયું છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રવાસન ક્ષેત્રે જિલ્લાનો વિકાસ થાય તે માટે અનેક ક્ષેત્રે કામ થઇ રહ્યું છે તેમ જણાવી આગામી સમયમાં ધરોઇ ડેમને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અનેક પ્રોજેક્ટો હાથ ધરાવના છે.મંત્રી દ્વારા ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્ર ધ્વજને સલામી આપ્યા બાદ પરેડ અને માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. 08 પ્લાટુનોમાં 148 જેટલા અધિકારીઓ તેમજ કર્મયોગીઓએ ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમ્યાન સરકાર તરફથી રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસ કર્યો માટે રૂપિયા ૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટર એમ.નાગરાજનને અર્પણ કરાયો હતો.આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ અને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિધ્ધીઓ તેમજ જનસુખાકારીનું કામ કરનાર નાગરિકોને સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે પોલીસ અધિકારીશ્રીઓ પ્રશંસાપત્ર તેમજ રમત-ગમતમાં પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રમાણપત્ર આપીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમમાં
શિક્ષણ,ખેતી,ડી.આર.ડી.એ,વીજ કંપની,જેટકો અને વનવિભાગ દ્વારા વિવિધ યોજનાઓ સંદર્ભે માહિતી આપતો ટેબ્લોનું રજૂ કરાયો હતો. જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.જેમાં સૂર્ય નમસ્કાર,ગરબો,દેશ ભક્તિગીત,રાસ,પ્રાચીન ગરબો સહિત સ્કૂલ બેન્ડના કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ વિભાગ દ્વારા બેબી ડોગથી ટ્રેકર ડોગ દ્વારા ડોગ શો રજૂ કરાયો હતો. તેમજ અશ્વદળના હેરતભર્યા પ્રયોગોનું નિર્દર્શન રજૂ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ સુપેરે કામગીરી કરનાર દેવીનાપુરા ગ્રામપંચાયતને રૂ 01 લાખનો ચેક આપવામાં આવ્યો હતો રાષ્ટ્રીય પર્વના આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી,જિલ્લા કલેકટર એમ.નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેક્ટર આઇ.આર.વાળા,પ્રાંત અધિકારી પ્રિતેશ દવે,તાલુકા અને શહેરના પદાધિકારીઓ,જિલ્લાના પદાધિકારીઓ,અધિકારીઓ,કડીના પ્રબુદ્ધ નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!