SAGBARA

સાગબારાના પાટ ખાતે આવેલ વે મેડ હાઈસ્કૂલ ખાતે સામાજીક અને શૈક્ષણિક જાગ્રુતિ સંમેલન યોજાયું

સાગબારાના પાટ ખાતે આવેલ વે મેડ હાઈસ્કૂલ ખાતે સામાજીક અને શૈક્ષણિક જાગ્રુતિ સંમેલન યોજાયું

 

 

 

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકકના પાટ ગામ ખાતે આવેલ વે મેડ હાઈસ્કૂલ ખાતે સામાજીક અને શૈક્ષણિક જાગ્રુતિ સંમેલન યોજાયું હતું.

 

વાત્સલ્ય ન્યુઝ જેસીગ વસાવા

 

309, સરસ્વતીધામ નિર્માણ અભિયાનના મુખ્ય દાતા કાશીબા હરિભાઈ ગોટી ચરિટેબલ ટ્રસ્ટ, સુરત ના માનનીય પ્રમુખ કેશુભાઈ ગોટી અને કર્મયોગી પરિવારથી પ્રેરિત થઈ માનવતાની મહેક સેવા ટ્રસ્ટ, સુરતના સહયોગથી પ્રમુખ લક્ષ્મણભાઈ એમ. મોરડિયાના અધ્યક્ષ સ્થાને  વે મેડ હાઈસ્કૂલ, પાટ દ્વારા સાગબારા તાલુકાના આદિવાસી લોકો માટે સામાજિક અને શૈક્ષણિક જાગ્રુતિ સંમેલનનુ આયોજન  19 ફેબ્રુઆરી રવિવારના રોજ શાળાના પટાંગણમા કરવામાં આવ્યુ હતુ.

 

સુરતથી પધારેલ મહનુભાવોનું આદિવાસી રિતરીવાજ પ્રમાણે કંકુ તિલક, નાચણું અને પુષ્પવર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં પાટ ગામના જેઠાદાદા, જવરીમલ શેઠ, મોતીભાઈ, સરપંચઓ, વડીલો તથા મોટી સંખ્યામાં વાલીઓ અને વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

 

સંમેલનના મુખ્ય વક્તા માનવતાની મહેક સેવા ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણ કાકાએ સારુ આચરણ અને ઉત્તમ શિક્ષણ થકી પોતાના કુટંબ તથા સમાજને કઈ રીતે મદદરુપ થવાય એ બાબતે લોકોને જાગ્રુત કર્યા હતા અને આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજોથી વાકેફ કરી સુખી જીવન જીવવા રાહ ચિંધ્યો હતો. લક્ષ્મણ કાકાના વક્તવ્યથી લોકો ખુબ પ્રભાવિત થયા હતા. મંત્રી હિતેશભાઈ હીરપરાએ એમની સંસ્થા થકી આદિવાસી બાળકો અને લોકો માટે ચાલતા સેવા કાર્યોથી માહિતગાર કરી એમની સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

 

અર્ચન પરમારે વે મેડ સ્કુલના ઈતિહાસ અને સંઘર્શની ભાવુક ઝાંખી કરાવી હતી. શાળાના સ્થાપક શ્રી બળવંતભાઈ પરમારે આદિવાસી બાળકો માટે લક્ષ્મણ કાકા શિક્ષણ સુધારણાની જે સેવાની સુગંધ ફેલાવી રહ્યા છે એનો પરિચય કરાવ્યો હતો. વે મેડ સ્કુલના બાળકો તથા રાજુભાઈના આદિવાસી ગ્રુપે સુંદર કાર્યક્રમ  રજુ કરી મહેમાનો તથા લોકોના દિલ જીતી લિધા હતા. શાળાના આચાર્યા મિનાક્ષી પરમાર દ્વારા સર્વેનો આભાર માનવામાં આવ્યો હતો ત્યાર બાદ બધાએ સાથે પ્રિતિભોજન લીધુ હતુ અને લોકો તથા વિધ્યાર્થીઓએ લક્ષ્મણ કાકા સાથે સંવાદ કર્યો હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!