DHRANGADHRASURENDRANAGAR

ધ્રાંગધ્રા ખાતે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતા ભુપેન્દ્રભાઇ પટેલ

તા.26/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મુખ્યમંત્રીએ ત્રિમંદિરમાં શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી

ધ્રાંગધ્રા ખાતે યોજાયેલ દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સહભાગી થયા હતાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ મુખ્યમંત્રીએ પૂજ્યશ્રી દિપકભાઈ સાથે ત્રિમંદિરમાં ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી. મુખ્મંત્રીએ મંદિરમાં શ્રી સીમંધર સ્વામી, શ્રી કૃષ્ણ ભગવાન તેમજ ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાતમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી આ અવસરે મુખ્યમંત્રીએ આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈને હાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રિમંદિર ખાતે ભજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું તેમજ દાદા ભગવાનના નાદથી ગુંજી ઉઠ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા.૨૪ થી શરૂ થયો હતો ૮૦૦૦ ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા આ ત્રિમંદિરની વિશેષતા એ છે કે તેમાં વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામી, શ્રી કૃષ્ણ ભગવાન તેમજ ભગવાન શિવ એમ વૈષ્ણવ, જૈન તથા શૈવ ત્રણેય સંપ્રદાયનાં ભગવાનનું એક જ મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું છે આ ઉપરાંત શ્રી ચામુંડા માતાજી, અંબા માતા, પદ્માવતી માતા, ચકેશ્વરી માતા, ભદ્રકાળી માતાજી તેમજ શ્રીનાથજી, બાલાજી, શ્રી સાંઈબાબા, હનુમાનજી અને ગણપતીજી પણ આ મંદિરમાં બિરાજમાન છે. તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીની ૬ ફૂટ ઉંચી ભવ્ય પ્રતિમા સાથે સિદ્ધ ભગવંતોમાં આદિનાથ ભગવાન, અજિતનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીર ભગવાન, શ્રી પદ્મનાભ પ્રભુના પણ અહીંયા દર્શન થઈ શકે છે આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પી.કે.પરમાર, પૂર્વ મંત્રી આઇ.કે.જાડેજા, પૂર્વ ધારાભ્ય પરસોતમભાઈ સાબરીયા, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશભાઇ પટેલ, ધીરુભાઈ સિંધવ, જિલ્લા કલેકટર પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી સહિત પદાધિકારીઓ અધિકારીઓ તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!