BHUJGUJARATKUTCH

SVEEP અંતર્ગત BMCB નર્સિંગ કોલેજ,ભુજના ફર્સ્ટ ટાઈમ વોટર તાલીમાર્થીઓએ અચૂક મતદાન કરવા માટે સંકલ્પ લીધા.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટર  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ, તા-26 એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ વધે અને મતદાનની ટકાવારી ઉંચી આવે તેવા હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કચ્છ અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લામાં SVEEP હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે BMCB નર્સિંગ કોલેજ,ભુજના તાલીમાર્થી વિદ્યાર્થીઓ પાસેથી કચ્છ જિલ્લાની SVEEP ટીમ દ્વારા ફર્સ્ટ ટાઇમ વોટનું મહત્વ સમજાવીને ફર્સ્ટ ટાઇમ વોટર એવા કોલેજના લગભગ ૫૦૦ કરતા પણ વધુ તાલીમાર્થીઓ અને તેમના વાલીઓ પાસે અચૂક મતદાન કરવા માટેના સંકલ્પ લેવડાવ્યા હતા.ભુજના ટાઉનહોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કચ્છ યુનિવર્સિટી ભુજના વાઇસ ચાન્સેલર શ્રી મોહનભાઈ પટેલ, CDMO શ્રી ડો.કશ્યપ બૂચ, BMCB કોલેજના આચાર્યા ડૉ.અંબિકા સી. અને તેમનો સમગ્ર સ્ટાફ, SVEEP ટીમના નોડલ અધિકારીશ્રી બી.એમ.વાઘેલા વતી શ્રી શિવુભા ભાટી અને માયાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!