AHAVADANG

ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખનાં અધ્યક્ષસ્થાને જિલ્લાનું કુલ 382 કરોડ 12 લાખનું બજેટ સર્વાનુમતે મંજુર….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતનાં અધ્યક્ષસ્થાને જિલ્લાનું કુલ 382 કરોડ 12 લાખનું બજેટ સર્વાનુમતે મંજુર કરાયુ…ડાંગ જિલ્લા પંચાયત આહવાનું સને 2022-23નાં વર્ષનું સુધારેલ તથા સને 2023-24નાં વર્ષનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરી રજૂ થયેલ 2023-24નાં કુલ રૂ.382 કરોડ 13 લાખનું વિકાસલક્ષી અંદાજપત્ર સામાન્યસભામાં સર્વાનુમતે મંજુર કરાયુ…ડાંગ જિલ્લા પંચાયતની બજેટની સામાન્ય સભા આજરોજ જિલ્લા પંચાયત ભવન ખાતે પ્રમુખ મંગળભાઈ ગાવીતનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.ડાંગ જિલ્લા પંચાયતનાં બજેટની સામાન્ય સભામાં ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતની અધ્યક્ષતામાં ડાંગ જિલ્લા પંચાયતનું 2022-23નું સુધારેલ અને 2023-24નું વાર્ષિક અંદાજપત્ર જિલ્લા સદસ્યો અને અધિકારીઓની ઉપસ્થિતમાં સર્વાનુમતે મંજુર કર્યુ હતુ.ડાંગ જિલ્લા પંચાયતની બજેટની સભામાં જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારી સદરેથી પંચાયત ક્ષેત્રે રૂ 41 કરોડ 28 લાખ,શિક્ષણ ક્ષેત્રે રૂ 168 કરોડ 63 લાખ,આરોગ્ય ક્ષેત્રે 19 કરોડ 30 લાખ,પોષણ ક્ષેત્રે 16 કરોડ 35 લાખ,બાંધકામ ક્ષેત્રે 88 કરોડ 2 લાખ,સિંચાઈ ક્ષેત્રે 14 કરોડ 39 લાખ,ખેતીવાડી ક્ષેત્રે 2 કરોડ 26 લાખ મંજુર કરવામાં આવેલ છે.જ્યારે સ્વ ભંડોળ ક્ષેત્રે વિવિધ શાખાઓ માટે 4 કરોડ 33 લાખ મંજુર કરવામાં આવેલ છે.ડાંગ જિલ્લામાં ફાળવણી કરાયેલ બજેટ થકી જિલ્લાનાં બિસ્માર રસ્તા,પુલો,પ્રા શિક્ષણ,આદિવાસી બાળકોને પોષણ આહાર,આદિવાસી ખેડૂતો નાં ખેતીવાડી માટે વિવિધ યોજનાઓ મંજુર કરી સર્વાંગી વિકાસને પ્રયત્ન કરવામાં આવેલ છે.રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો બિન ઔધોગિક જિલ્લો છે.તથા મહેસુલી આવક વિનાનો વિસ્તાર છે.તેમ છતાંય ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતનાં અધ્યક્ષ સ્થાને તમામ ક્ષેત્રને આવરી લેવાયેલ તેવુ વર્ષ 2022-23 અને 2023-24 માટે કુલ રૂપિયા 382 કરોડ 13 લાખનું વિકાસ માટેનું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરાતા આ બજેટને ડાંગવાસીઓએ આવકાર આપ્યો છે.ડાંગ જિલ્લા પંચાયતની બજેટની બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી વાય.પી.જોશી,હિસાબી અધિકારી આર.બી.ચૌધરી તથા વિવિધ શાખાઓનાં અધિકારી ઉપસ્થિત રહ્યા હતા…

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!