SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા શહેરમાં ખાણ ખનીજની ચોરી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા નિયંત્રણો ફરમાવવામાં આવ્ય.

તા.30/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા શહેરમાં ખાણ ખનીજની ચોરી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને જાહેર જનતાની, સરકારી મિલકતની સલામતી અને સુરક્ષા માટે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે વિવિધ નિયંત્રણો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા શહેરમાં આવેલ તમામ ખનીજના સ્ટોક અને ખનીજના વજન કાંટા ઉપરના લાયસન્સ ધારકે માલિકે જગ્યાની બહારના ભાગે રોડ ઉપર આવતા જતા વ્યક્તિઓ સ્પષ્ટ રીતે દેખાય તેવા હાઈ ડેફિનેશન, નાઈટ વિઝનવાળા અને ઉચ્ચ ગુણવત્તા વાળા સી.સી.ટી.વી. કેમેરા લાઈવ સ્ટ્રીમિંગ થાય તેમજ તેમાં બે અઠવાડિયાનું રેકોર્ડિંગ સ્ટોરેજ રહે તે મુજબની વ્યવસ્થા કરવા તથા લાયસન્સ ધારકે તેના આઈડી અને પાસવર્ડ ભુસ્તરશાસ્ત્રીની ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું સુરેન્દ્રનગર કચેરીને આપવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે.આ જાહેરનામું સમગ્ર જિલ્લામાં કાયમી ધોરણે અમલમાં રહેશે અને જાહેરનામાના ભંગ અથવા મદદગારી કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!