VADODARAVADODARA CITY / TALUKO

વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નિ:શુલ્ક છાસનુ વિતરણ કરવામાં આવ્યું

વડોદરા માંજલપુર વિસ્તારમાં આજરોજ કાળઝાળ ગરમીમાં રાહદારીઓ, વાહનદારીઓ માટે સાંઇ શક્તિ સેવા ટ્રસ્ટ, વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના માંજલપુર ખાતે આવેલાસરસ્વતી કોમ્પલેક્ષ ચરરસ્તા નજીક નિ:શુલ્ક છાસનુ વિતરણ કરવામાં આવ્યું હતું

હાલ ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી પડી રહી છે વચ્ચે થોડાંક દિવસો પહેલાં અચાનક વરસાદી ઝાપટું પડ્યા બાદ ફરીથી સૂર્યદેવનો પ્રકોપ વર્તાવવાનુ શરૂ થતાં આગ ઝરતી ગરમી પડી રહી છે જેના કારણે આ કાળઝાળ ગરમીમાં મનુષ્યો, મૂંગા પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે શહેરના કેટલાક સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ કાળઝાળ ગરમીથી લોકોને રાહત રહે તે માટે છાશ, શરબત વિગેરેનું નિ:શુલ્ક વિતરણ થકી માનવતા રૂપી સેવાઓ કરવામાં આવી રહી છે ત્યારે શહેરના સાંઇ શક્તિ સેવા ટ્રસ્ટ, વડોદરા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ શહેરના માંજલપુર સ્થિત સરસ્વતી કોમ્પલેક્ષ ચારરસ્તા નજીક નિ:શુલ્ક છાસ વિતરણનુ આયોજન કરવામાં આવ્યું હતું. બે લોકોથી શરૂ કરવામાં આવેલ આ ટ્રસ્ટમાં હાલ પંદર થી વધુ સક્રિય સભ્યો જોડાયેલા છે જેઓ દ્વારા વૈભવ ટાલે તથા વિક્કી શ્રીમાળી ની આગેવાનીમાં આજે આ છાશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તદુપરાંત આ સાંઇ શક્તિ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા દર ગુરુવારે અને રવિવારે આમ અઠવાડિયામાં બે વાર નિરાશ્રીતો, જરૂરિયાતમંદ લોકોને ભોજનની સેવાઓ પૂરી પાડવામાં આવે છે સાથે જ શિયાળાની ઋતુમાં ફૂટપાથ પર રહેતાં ગરીબોને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે ધાબળા વિતરણ થકી સેવાકાર્ય કરવામાં આવે છે ત્યારે આજે અહીં લોકોને ગરમીમાં રાહત રહે, ઠંડક રહે તે માટે છાસવિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ, વાહનદારીઓએ આ સેવાનો લાભ લીધો હતો.

રીપોર્ટર રવિ તરબદા વડોદરા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!