NAVSARIVANSADA

ડગલું નહીં તો કશો વાંધો નહીં ભરીએ પા પા પગલી પર્યાવરણ તરફ…..

*ડગલું નહીં તો કશો વાંધો નહીં ભરીએ પા પા પગલી પર્યાવરણ તરફ…..*

*પર્યાવરણ દિવસ સ્પેશિયલ????????*

*આજે જયારે આપણે અનેક કુદરતી પર્યાવરણીય આફતોનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે આપણને પર્યાવરણને બચાવવાનો એનું જતન સંવર્ધન કરવાનો વિચાર આવે છે. પણ શા માટે આવી આફતો આવે ત્યારે જ પર્યાવરણ વિશે વિચારવાનું ? બાકી પર્યાવરણ એની રીતે અને આપણે આપણી રીતે બસ એનો અસીમિત ઉપયોગ કરવાનો અને એને નુકશાન જ કરવાનું ?*

* પર્યાવરણને બચાવવા માટે શહેરોમાં જાગૃતિ તો આવી છે અને પ્રયત્નો પણ થયા છે પણ ગામડાની રહેણીકરણી જીવનશૈલીના કારણે ગામડાઓ શહેરો કરતાં પાંચ દસ ડગલાં આગળ છે.ગ્રામીણ જીવનશૈલી આધારિત જીવન જીવવાનાં લીધે અને પ્રકૃતિ સાથે તાલમેલ સાધી જીવન જીવવાના લીધે ગામડાઓમાં પર્યાવરણીય સંપદા અને પર્યાવરણ બચી શકયું છે. ગામડાંનું નામ લેતા જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની યાદ આવે છે,ગાંધીજી એ એમનાં સમગ્ર જીવન દરમિયાન ગામડાં ને સશક્ત એટલે કે મજબૂત બનાવાની હિમાયત કરી છે. એમણે જ ગ્રામ સ્વરાજનો વિચાર આપ્યો છે.*

*શહેરીકરણ અમુક હદ સુધી યોગ્ય છે, અને જરુરી પણ છે. પણ ગામડાંઓ કરતાં શહેરીકરણની પ્રવૃત્તિઓને વધારે પ્રાધાન્ય આપવાનાં લીધે ગામડાંઓ પર અનેક નકારાત્મક અસરો થઈ છે. ગામડાંની જીવનશૈલી ભૂલીને લોકો શહેરીકરણની નીતિ-રીતિ અપનાવી છે.જેનાં લીધે ગ્રામીણ અર્થતંત્ર પડી ભાંગ્યું છે.ગામડાંઓમાં પ્રદૂષણ, પ્રકૃતિનું હનન વધ્યું છે.*

*ગામડાંઓમાં જ જંગલ બચ્યું છે. ગ્લોબલ વોર્મિંગ, કલાઈમેનટ ચેન્જ જેવી સમસ્યાઓનો ઉકેલ ગ્રામીણ જીવનશૈલી જ છે.ગામડાંઓમાં પ્રકૃતિ એટલે કે સમગ્ર પર્યાવરણને પૂજવામાં આવે છે. લોકો વૃક્ષ, સૂર્ય, વાધ ,સિંહ ,જળ,અન્ન વગેરેની પૂજા કરે છે.એ લોકો પર્યાવરણનો જરુર પૂરતો જ ઉપયોગ કરે છે. જેનાં લીધે પર્યાવરણીય તત્વો જળવાય રહ્યાં છે.*

*પર્યાવરણ પ્રત્યે માનવીની અસીમિત લાલચનાં લીધે પ્રકૃતિ કોપાયમાન થાય છે. અને અનેક મહામારીઓ સ્વરુપે પ્રકૃતિ પોતાને બચાવવાનો પ્રયત્ન અને માનવીને સંદેશો આપવાં માંગે છે,કે પ્રકૃતિનું હનન ન કરો. પ્રકૃતિ છે તો જ સમગ્ર જીવસૃષ્ટિ છે તે આપણે સ્વીકારવું પડશે.*

*જ્યારે લોકો પર્યાવરણ દિવસે ફોટો પાડવાં પૂરતું જ વૃક્ષારોપણ કરે છે, એ જાણીને ખૂબ જ દુઃખ થાય છે. પણ લોકો ભલે પર્યાવરણ દિવસને એક ઈવેન્ટ તરીકે જોય પણ,આવી જ રીતે વૃક્ષારોપણ કરીને આ વૃક્ષોને મોટાં કરે એમની જતન લેય તો જ પર્યાવરણ દિવસની સાચી ઉજવણી કરી ગણાશે.આપણે દરેક દિવસને પર્યાવરણ દિવસ તરીકે ઉજવીશું તો જ પર્યાવરણ બચશે.*

*પર્યાવરણ અને ગામડું એક બીજાના પૂરક છે. ગામડું છે તો પર્યાવરણ છે, પર્યાવરણ છે તો ગામડું છે એ ઉક્તિ અમુક સંદર્ભે સાચી ઠરે છે.*

*✏ કિરણ પાડવી વાંસદા*

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!