AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગેરકાયદેસર હથિયાર વેચનારા 6 આરોપીઓને ગુજરાત ATS એ મુદ્દામાલ સાથે ઝડપી લીધા

એટીએસની ટીમે આરોપીઓ પાસેથી 25 હથિયાર (પિસ્ટલ) અને 90 જીવતા કાર્ટુસ જપ્ત કરવામાં આવ્યા

ગેરકાયદે હથિયાર મામલે ગુજરાત ATSની મહત્ત્વની કાર્યવાહી કરી છે. 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસની ટીમે આરોપીઓ પાસેથી 25 હથિયાર (પિસ્ટલ) અને 90 જીવતા કાર્ટુસ જપ્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત એટીએસની ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ ટ્રાવેલ્સના માધ્યમથી હથિયારોની હેરાફેરી કરતા હતા. આરોપીઓ અન્ય રાજ્યમાંથી હથિયાર લાવીને ગુજરાતમાં તેનું વેચાણ કરતા હતા. આ ગુનાનો મુખ્ય આરોપી શિવમ ટ્રાવેલનો ધંધો કરે છે. શિવમ ગુજરાતમાં હથિયારો લાવીને અન્ય આરોપીઓને આપતો હતો. અન્ય આરોપી કમિશન લઈ આગળ વેચતા હતા.

ATS દ્વારા હથિયાર તસ્કરીના ગુનામાં શિવમ ડામોર, પ્રવિણ શ્રીવાસ, સંજય મેર, રાજુ સરવૈયા, વિપુલ સાનિયા અને મનોજ ચૌહાણની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર મનાતો શિવમ ડામોર મધ્યપ્રદેશથી ટ્રાવેલ્સમાં હથિયાર લઈને આવતો હતો. મધ્યપ્રદેશથી જામખંભાણીયા સુધી ટ્રાવેલ્સની હેરાફેરી દરમ્યાન હથિયારનું વેચાણ થતું હતું. શિવમની નારોલ વિસ્તારમાંથી ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછમાં છેલ્લા 3 મહિનામાં અલગ અલગ વિસ્તારોમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં હથિયારોનું વેચાણ કર્યું હતું. એ પછીથી પોલીસે રેડ કરી તમામ હથિયારો કબજે લીધા છે.

જણાવી દઈએ કે આ અગાઉ પણ શિવમ અને વિપુલ હથિયાર કેસમાં ઝડપાયા હતા. આ તમામ આરોપીઓ છેલ્લા 3 મહિનાથી હથિયારોનું વેચાણ કરતા હતા.  તમામ આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!