AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ ભાજપના સ્પષ્ટ બહિષ્કાર સાથેની રણનીતિ જાહેર કરી

પરશોત્તમ રૂપાલા વિવાદમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રૂપાલાના વિરોધમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ ગઈકાલે અડધી રાત સુધી મુખ્યમંત્રી સહિતના મોટા નેતાઓ સાથે બેઠક કરી રૂપાલાને ઉમેદવારી કરતા અટકાવવા પ્રયાસો કર્યા. આમ છતાં આજે 16 એપ્રિલે પરશોત્તમ રૂપાલાએ રાજકોટ લોકસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.

પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરતા હવે સંકલન સમિતિએ ભાજપના સ્પષ્ટ બહિષ્કાર સાથેની રણનીતિ જાહેર કરી છે અને આ સાથે જ પાર્ટ-2ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંકલન સમિતિએ આજે 16 એપ્રિલે પ્રેસ કોન્ફરન્સ  કરીને રૂપાલા વિરુદ્ધના આંદોલનને હવે ભાજપ વિરુદ્ધનું આંદોલન બનાવવાની રણનીતિ જાહેર કરી છે, જેના મુદ્દા આ મુજબ છે :

  • આવતીકાલે રામનવમી નિમિતે ભગવાન શ્રીરામરાજ્યના ઘોષ સાથે  પરશોત્તમ રૂપાલા નહીં,  પણ હવે ભાજપ સામેની રણનીતિ કરી જાહેર
  • રામનવમીથી આંદોલનના  દ્વિતીય ચરણમાં હવેથી ભાજપનો સ્પષ્ટ બહિષ્કાર કરવામાં આવશે
  • ગુજરાતમાં જ્યા જ્યા પણ ભાજપની સભાઓ / કાર્યક્રમ થશે ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફેરવી શાંતિપૂર્વક ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે.
  • ગુજરાતના ક્ષત્રિયો વસતા દરેક ગામોમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના બેનર લગાવવામાં આવશે.
  • 19 એપ્રિલ સુધી જો રૂપાલાનું ફોર્મ  પરત ખેંચવામાં ન આવ્યું તો આગામી 7 મે સુધી સમગ્ર ગુજરાતમાં  ભાજપ વિરોધમાં  પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
  • 7મે ના થનારી લોકસભા ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરીને વિરોધમાં ઉભેલા સક્ષમ ઉમેદવારને મત આપવાની અપીલ કરવામાં આવશે.
  • દરેક ક્ષત્રિય તથા ક્ષત્રિય સમાજને સમર્થન આપનાર દરેક સમાજને સાથે લઈને સમગ્ર ગુજરાતની 26 લોકસભા સીટ ઉપર ભાજપ વિરૂદ્ધમાં  મતદાન કરવામાં આવશે.
  • આગામી 19 એપ્રિલના સાંજે 05 કલાકે સંકલન સમિતિ દ્વારા આગામી કાર્યક્રમો નક્કી કરીને ફરી જાહેર કરવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!