AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની પોલીસે કરી અટકાયત

રૂપાલાના ક્ષત્રિય સમાજને લઇને આપવામાં આવેલા નિવેદન મામલે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવ્યા છે. અમદાવાદ બોપલ વિસ્તારમાં મહિપાલસિંહ મકરાણાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જોહર કરવાની ચિમકી આપનાર મહિલાઓને મળવા જતા હતા આ દરમિયાન પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. મહિપાલસિંહે કહ્યું કે- હું કોઇનાથી ડરતો નથી, મારી અનેક વખત અટકાયત કરવામાં આવી છે.

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અમદાવાદના બોપલ વિસ્તારમાં જોહર કરવાની ચિમકી ઉચ્ચારનાર 5 ક્ષત્રિયાણી મહિલાઓને મળવા માટે પહોંચ્યા હતા. આ ક્ષત્રિયાણી મહિલાઓને ઘરમાં નજરકેદ કરવામાં આવી છે. જોકે, પોલીસે  મહિપાલસિંહ મકરાણાને મળવા જવા દીધા ન હતા અને તેમની અટકાયત કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!