JUNAGADH CITY / TALUKO

જૂનાગઢ ડૉ.સુભાષ મહિલા કોલેજમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ઉપક્રમે ‘વસંત પંચમી’ની ઉજવણી

જૂનાગઢ ડૉ.સુભાષ મહિલા કોલેજમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ઉપક્રમે ‘વસંત પંચમી’ની ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતઋતુનું આગમન મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજમ મહાસુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે. જે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કે જાન્યુઆરી મહિનાના અંતમાં આવે છે.
ત્યારે ડો.સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ઉપક્રમે વસંતપંચમીની ઉજવણી આચાર્ય ડો. બલરામ ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સરસ્સ્વતી પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતીના અધ્યાપક અને કવિ ડૉ.કૌશિકભાઈ પંડ્યાએ હિંદુ ધર્મના તહેવારોની મહતા અને સાર્થકતા વિશે વાતો કરી સહુને ભારતીય જ્ઞાન પરંપરાથી અવગત કરાવ્યા હતા.
અખિલ ભારતીય સાહિત્ય પરિષદના પ્રાંત અધ્યક્ષ ડૉ.બલરામ ચાવડાએ વિગતે વાત કરતા જણાવ્યું હતું કે વસંત પંચમી એટલે વિદ્યાની દેવી, જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવનો દિવસ. હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની ખાસ પૂજા કરવામાં આવે છે.આજના દિવસે અનેક શુભ કાર્યો કરવામાં આવે છે. માતા બુદ્ધિ અને જ્ઞાનની કારક છે.
આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરીને માતા રાણીને પીળા રંગનું ભોજન અર્પણ કરવાથી માતા રાણી પ્રસન્ન થાય છે. હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું મોટું મહત્વ છે. સરસ્વતી માતાને બુદ્ધિ અને વિદ્યાની કારક માનવામાં આવે છે. વસંત પંચમી પર પીળા રંગના કપડાં પહેરવાથી લઇ માતા લક્ષ્મીને પીળી વસ્તુઓ બનાવી ભોગ લગાવવું ખુબ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પીળા રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે, પીળો રંગ જ્ઞાન અને શુભતાનું પ્રતિક છે. એટલે જ વસંત પંચમી પર લોકો પીળા રંગના કપડાં પહેરે છે અને પીળા રંગનું ભોજન પણ બનાવે છે. આ દિવસે ઘરને પીળા ફૂલોથી શણગારવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે.
વધુમાં જણાવ્યું હતું કે વસંત પંચમીના દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતીને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પણ પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે. મૂળ પ્રકૃતિ, સૃષ્ટીની રચના કરવા માટે દૂર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી અને સાવીત્રી એમ પાંચ રૂપમાં વિભાજીત થઈ. જેમાં સરસ્વતી દેવી રાધા દેવીના ચહેરામાંથી ઉત્પન્ન થયાં છે. માં સરસ્વતીની કૃપાથી, દયાથી, પ્રસન્નતાથી મુર્ખ વ્યક્તિ પણ વ્યક્તિ પંડીત બની જાય છે. શીખ સમાજના લોકો આ દિવસે પતંગોત્સવ ઊજવે છે. કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રા.નયનાબેન ગજ્જરે કર્યું હતું.
આ તકે પ્રા.પી.આર.મારુ અને પ્રા.દિવ્યેશ ઢોલા અને વિદ્યાર્થી બહેનો વિશાળ સંખ્યમાં ઉપસ્થિત રહ્યાં હતા. કોલેજના પરિસરમાં આવા જ્ઞાનસભર કાર્યકમો યોજી કેમ્પસ ધબકતું રાખવા માટે સંસ્થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ સહુને અભિનંદન પાઠવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!