KHEDBRAHMASABARKANTHA

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા ઉંડવા વિસ્તાર માં થી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ પર સર્વિસ રોડ બનાવવા ની ઉગ્ર માંગ.

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા ઉંડવા વિસ્તાર માં થી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ પર સર્વિસ રોડ બનાવવા ની ઉગ્ર માંગ.
ખેડબ્રહ્મા શહેરમાંથી અંબાજી તરફ જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર સર્વિસ રોડ બનાવવા ખેડબ્રહ્મા નગરજનોની ઉગ્ર માગ ઉઠવા પામી છે.
ખેડબ્રહ્મા બસ સ્ટેશનથી દક્ષિણ તરફ રઘુછાયા હોટલ સુધી હાઇવે રોડ ની બંને બાજુએ શૈક્ષણિક સંકુલો,સરકારી ઓફિસો તેમજ રહેણાંક સોસાયટીઓ આવેલી છે
શહેરમાંથી પસાર થતા આ રાજ્ય ધોરીમાર્ગ ઉપર માં અંબાના ધામમાં દર્શનાર્થે જતા દર્શનાર્થીઓ અને લોકોની અવરજવર ખૂબ રહે છે.
હાઇવે રોડ હોવાથી ફોરવીલર સાધનોની સ્પીડ ખૂબ વધારે હોય છે જેનાથી અવારનવાર ગમખ્વાર અકસ્માત સર્જાતા રહે છે
જો ખેડબ્રહ્મા બસ સ્ટેશનથી રઘુછાયા હોટલ સુધી હાઇવે રોડ ઉપર રસ્તાની બંને બાજુએ સર્વિસ રોડ આપવામાં આવે તો
આ અકસ્માત ઝોન એરિયામાં થતા એક્સિડન્ટોથી લોકો જાનહાનિથી બચી શકે તેમ છે
નાના બાળકો સીનીયર સીટીઝન ગૃહિણીઓ અને શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરતા બાળકો ની પણ અવરજવર આ હાઇવે રોડ ઉપર રહેતી હોય છે જેથી દિવસમાં એક વાર હાઇવે ઉપર પૂર ઝડપે જતા વાહનોની અડફેટે નાના માસુમ બાળકો આવી જતા હોય છે
આ અકસ્માત નિવારણ માટેનું એક ઉત્તમ ઉપાય એટલે બસ સ્ટેશનથી રઘુછાયા સુધી હાઇવે રોડની બંને બાજુએ જો સર્વિસ રોડ આપવામાં આવે તો ખેડબ્રહ્મા નગરજનો અને બાળકો ગૃહિણીઓ તેમજ સિનિયર સિટીઝનોને રાહત મળે એમ છે
માન. મુખ્યમંત્રીને નમ્ર અરજ કે ખેડબ્રહ્મા નગરજનોની ઉપરોક્ત લાગણી અને માગણીને ધ્યાને લઈ જનહિતમાં નિર્ણય લઇ સર્વિસ રોડ મંજૂર કરવા લોકોની માંગ ઉઠવા પામી છે
ગુજરાતની સંવેદનશીલ સરકાર જનહિતમાં લોકોને ધ્યાનમાં લઇ આ બાબતે ઘટતું કરે તેવી નગરજનોની માગણી છે.

રિપોર્ટ કિરણ ડાભી..ખેડબ્રહ્મા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!