છોટાઉદેપુર જિલ્લાનું વધુ એક કોળી ગામ દેવોના ઘોડા બદલી ઉત્સવ ઉજવશે કોલી મંદિર ફળીયા નિશાળ ફળીયા
આદિવાસી બહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં દેવો ની પેઢી બદલવા નો મોસમ
વધુ એક કોળી ગામ મંદિર ફળિયુ દેવો ની પેઢી બદલવાની તૈયારીઓ માં જોત્રાયું
૭૫…વર્ષ બાદ ગામ દેવો ની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે,
તે સાથેજ આખા ગામના લોકો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે,
આ દેવોના ઘોડાં હસ્તાંતરણની પ્રકિયામાં ગામ લોકો અંત્યંત ઉત્સાહ સાથે ભાગ લે છે,
દેવો ના ઘોડાં ઘડવાનો ઓર્ડર જે કુંભાર ને આપ્યો હોય, એ કુંભાર ના ઘરે થી દેવોનાં ઘોડાં સ્વીકારતી વખતે બળવો ધુંણતો, ધુંણતો પ્રત્યેક ઘોડાં ને તપાસે છે, એ બાદ જ ઘોડાં ને ગામ લોકો સ્વીકારે છે.
ગામે આવ્યો રૂડો અવસર લાખોના ખર્ચે ગામના લોકો ગામ સાય દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી રહ્યા છે,
આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતાં કોળી ગામના લોકો પેઢી બદલવાના ઉત્સવમાં આવી પહોંચ્યા હતા તે સાથે જ આ ઉત્સવમાં તેઓએ જણાવ્યું કે અમારા આદિવાસીઓનાં રીતરિવાજો સરકાર દ્વારા બદલવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અને અમોને લુંટવાનો કે ઠગવાનો જે કામ ચાલી રહ્યુ છે તે સદંતર બંધ થાય અને અમારી આદિવાસી સમાજની એક આગવી ઓળખ ઉભી થાય જેવા હેતુથી અમો સર્વે આદિવાસીઓ ગામે ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી અમારું અસ્તિત્વ કેટલું જૂનું અને જાણીતું છે તે આવા ઉત્સવ ઉજવી ને સાબિત કરવાનો પણ અમે આદિવાસીઓ પ્રયાસ કરી રહ્યાં છે જેથી કરીને અમોને ન્યાય મળે, કોલી મંદિર ફળીયા નિશાળ ફળીયા
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.